મહેસાણા: ઉતર ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ બરાબર જામ્યો છે. પંચાયતના મહાજંગને લઇને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
એક તરફ બનાસકાંઠા જિલ્લામાં 5 ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં તલોદના નાના ચેખલાના વોર્ડ નંબર 2માં EVMમાં ખામી સર્જાતા મતદાન મોડું શરૂ થયું હતું. તો મહેસાણા જિલ્લામાં 13 ગ્રામપંચાયતોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું.
અમદાવાદના દેત્રોજમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે. ચૂંટણીને લઇને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ મતદાન કેન્દ્રો પર અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
નોંધનીય છે કે રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મહાજંગ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં સરપંચ પદનું ભાવિ નક્કી થવાનું છે. ત્યારે સત્તાનું સુકાન કોના હાથમાં જશે તે એક પ્રશ્ન છે. સૌની નજર ખીલશે કમળ કે પંજો મારશે બાજી? એની પર છે.