બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Sterling Hospital in Vadodara again in controversy

વડોદરા / ધનતેરસે દીકરાનું મોઢું જોવા રાહ જોતી હતી, હોસ્પિટલે દેવાદાર બનાવી દીધા: સ્ટર્લિંગ હોસ્પિ.ની લૂંટનો ભોગ બની મા, પૈસા-પુત્ર બંને ગુમાવ્યા

Ronak

Last Updated: 03:16 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સ્ટર્લીંગ હોસ્પિટલ ફરી વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલે એક પરિવાર પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરી જેના કારણે પરિવાર દેવામાં ગરકાવ થઈ ગયો છે. જેથી પરિવારે તેમના રૂપિયા પરત માગ્યા છે.

  • વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ ફરી વિવાદોમાં 
  • કોરોનાથી મોત પામેલા દર્દીના 27 લાખથી વધુ વસૂલ્યા
  • હોસ્પિટલની લૂંટને કારણે પરિવાર દેવામાં 

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ થોડાક દિવસ પહેલા વિવાદોમાં આવી હતી. ત્યારે વધુંમાં ફરી આ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. જેમા હોસ્પિટલની ઉઘાડી લૂંટનો મામલો સામે આવ્યો છે. વડોદરામાં રહેતો એક પરિવાર હોસ્પિટલની લૂંટનો ભોગ બન્યો છે. જેમા પરિવારે હોસ્પિટલમાં 3 સભ્યોની સારવાર કરાવી તો તેમને 25 લાખનું દેવું થઈ ગયું. 

સારવાર આપ્યા છતા દર્દીનું મોત 

પરિવારના એક સભ્ય હિતેનભાઈ મહેતાને કોરોના થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા. જેમા 29 દિવસની સારવારમાં પરિવાર પાસેથી 27 લાખ 52 હજારનું બીલ લેવામાં આવ્યું હતું જોકે કોરોનાને કારણે હિતેનભાઈનું તો અવસાન થયું હતું. 

પત્ની અને પુત્રીની સારાવારના પણ લાખો વસૂલ્યા 

આપને જાણીને નવાઈ લાગશે કે હિતેનભાઈની પત્નીને પણ કોરોના થયો હતો ત્યારે હોસ્પિટલો તેમની 7 દિવસની સારવાર કરી તો પણ 2 લાખ 17 હજાર રૂપિયા વસૂલ્યા હતા. જ્યારે તેમને દિકરીની પણ કોરોનાની સારવાર કરવામાં આવી હતી. જેમા તેમની દિકરીના પણ 8 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. 

હોસ્પિટલ રૂપિયા પર આપે તેવી પરિવારની માગ 

હોસ્પિટલ સામે કુલ 11 દર્દીઓ પાસેથી 1.34 કરોડ રૂપિયા વસૂલવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હિતેનભાઈના માતા વસંતીબેનન આંખમાં આસુ આવી ગયા હતા. કારણકે લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ હિરેનભાઈનું મૃત્યું છયું હતું. સમગ્ર મામલે વસંદીબેને કહ્યું કે હોસ્પિટલે તેમને દેવાદાર બનાવી દીધી છે. જેથી જે પણ ખોટા રૂપિયા લેવામાં આવ્યા છે. તે રૂપિયા હોસ્પિટલ પરત આપે તેવી તેમણે માગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

new controvercy starling hospital vdoadra નવો વિવાદ વડોદરા સ્ટર્લીંગ હોસ્પિટલ Vadodara starling hospital
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ