બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 8 કલાક મોબાઈલથી દૂર રહો અને જીતો લાખો રૂપિયા, નિયમ પાળનારી છોકરી બની વિનર, અનોખી સ્પર્ધા

વિશ્વ / 8 કલાક મોબાઈલથી દૂર રહો અને જીતો લાખો રૂપિયા, નિયમ પાળનારી છોકરી બની વિનર, અનોખી સ્પર્ધા

Last Updated: 10:08 PM, 9 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાએ 8 કલાક સુધી પોતાનો મોબાઈલ ફોન ન વાપરવાની ચેલેન્જ પૂરી કરી

ચીનના ચોંગકિંગ શહેરમાં એક મહિલાએ અનોખી સ્પર્ધા જીતીને બધાને ચોંકાવી દીધા. મહિલાએ 8 કલાક સુધી પોતાનો મોબાઈલ ફોન ન વાપરવાની ચેલેન્જ પૂરી કરી અને તેના બદલામાં તેણે 10,000 યુઆન (અંદાજે 1.2 લાખ રૂપિયા)નું ઈનામ જીત્યું છે.

ચીનના ચોંગકિંગ શહેરમાં એક મહિલાએ અનોખી સ્પર્ધા જીતીને બધાને ચોંકાવી દીધા. મહિલાએ 8 કલાક સુધી પોતાનો મોબાઈલ ફોન નહી વાપરવાની ચેલેન્જ પૂરી કરી અને તેના બદલામાં તેણે 10,000 યુઆન (અંદાજે 1.2 લાખ રૂપિયા)નું ઈનામ જીત્યું. જોકે આ પડકાર લાગે તેટલો સરળ નહોતો. આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપન્ટ્સે માત્ર ડિજીટલ ડિવાઈસથી દૂર રહેવાની સાથે સમગ્ર 8 કલાક દરમિયાન માનસિક શાંતિ અને ધીરજ જાળવી રાખવી પણ જરૂરી હતી.

આ સ્પર્ધા 29 નવેમ્બરે ચોંગકિંગના એક શોપિંગ મોલમાં યોજાઈ હતી. આ સ્પર્ધા જીતનાર મહિલાનું નામ ડોન્ગ છે, જે સેલ્સ મેનેજર છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેણીને "પજામા સિસ્ટર" તરીકે ઉપનામ આપ્યું કારણ કે તેણી સ્પર્ધા દરમિયાન પજામા પહેરી આવી હતી.

સ્પર્ધાની પદ્ધતિ

આ સ્પર્ધામાં કુલ 10 સ્પર્ધકો હતા જેમાંથી 100 થી વધુ લોકોએ અરજી કરી હતી. સ્પર્ધકોએ 8 કલાક સુધી પથારીમાં પડી રહેવાનું હતું અને સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા લેપટોપ જેવા કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરવાનો ન હતો. સ્પર્ધા પહેલા દરેકના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા અને કૉલિંગ ડિવાઇસને માત્ર કટોકટીમાં જ વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી.

સ્પર્ધકોને ઘસઘસાટ ઊંઘમાં જવાની કે માનસિક તાણનો અનુભવ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જે સ્પર્ધા માનસિક સહનશક્તિને પરખવાની કસોટી બની ગઇ. સ્પર્ધકોના કાંડા પર એક વ્રિસ્ટ સ્ટ્રૈપ લગાવાયો હતો, જે તેમની ઊંઘની ગુણવત્તા અને માનસિક તણાવને ટ્રેક કરતો હતો. અહેવાલમાં જણાવાયું છે કે મોટાભાગના સ્પર્ધકો કાં તો પુસ્તકો વાંચી રહ્યા હતા અથવા તેમની આંખોને આરામ આપી રહ્યા હતા. વધુમાં સ્પર્ધકોને પથારીમાં ખાવાની અને પાણી પીવાની છૂટ આપવામાં આવી હતી અને શૌચ કરવા માટે માત્ર 5 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.

ડોન્ગએ સ્પર્ધા જીતી

ડોન્ગએ 100માંથી 88.99 પોઈન્ટ મેળવ્યા. તેણે સૌથી વધુ સમય પથારી પર રહીને ચેલેન્જ પૂરી કરી એટલું જ નહીં, તેણે સ્પર્ધા દરમિયાન ઓછામાં ઓછો માનસિક તણાવ પણ દર્શાવ્યો અને ગાઢ નિંદ્રામાં પણ ન ગઈ. પાયજામા પહેરીને સ્પર્ધામાં ભાગ લેવાના ડોન્ગના નિર્ણયે સોશિયલ મીડિયા પર એક રસપ્રદ ચર્ચા ઊભી કરી અને યુઝર્સે તેણીને "પાયજામા સિસ્ટર" તરીકે ઉપનામ આપ્યું.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

જીવનશૈલીની અસર

તેની જીત બાદ ડોન્ગએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે તેના ફોન પર બિનજરૂરી રીતે સ્ક્રોલ કરવામાં પોતાનો સમય બગાડતી નથી અને તેના ફુર્સતના સમયમાં તેના બાળકને ભણાવે છે. આ જીવનશૈલીએ તેને સ્પર્ધા જીતવામાં મદદ કરી.

આ પણ વાંચોઃ બાપ રે.. એનાકોન્ડા સાથે આ વ્યક્તિ જુઓ કેવો આરામથી સૂઇ ગયો છે ને! Video ભલભલા ચોંકી જાય તેવો

ચીનમાં ડિજિટલ ડિટોક્સ અભિયાન

આ હરીફાઈ ચીનમાં એક મોટા અભિયાનનો એક ભાગ છે જેનો ઉદ્દેશ્ય નાગરિકોને તેમના ગેજેટ્સનો ઓછો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો છે. આ વર્ષની શરૂઆતમાં એક પીએચડી વિદ્યાર્થીએ જ્યારે તેના મોબાઇલ ફોન અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કર્યા વિના ચીનના 24 પ્રાંતોમાં પ્રવાસ કર્યો ત્યારે પણ હેડલાઇન્સ બની હતી. આ સ્પર્ધા અને તેને લગતી ચર્ચાઓ ચીનમાં ડિજિટલ ડિટોક્સ અને માનસિક શાંતિ તરફ વધતા પગલાંને દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

China News Trending News viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ