બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / stay alret with altra proccessed food, it can damage your heart and can result into cancer

હેલ્થ ન્યુઝ / કેન્સરથી બચવું છે? તો આજથી જ ટાળો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન નહીં તો..., જાણો કારણ

Vaidehi

Last Updated: 07:19 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિસર્ચ અનુસાર, પ્રોસેસ્ડ ફુડનાં સતત સેવનથી કેન્સર, ડાયાબિટીસથી માંડીને હદયરોગ જેવા ગંભીર રોગો થવાની સંભાવના વધી જાય છે.

  • પ્રોસેસ્ડ ફુડનાં સેવનથી શરીરને ખતરો
  • કેન્સર, ડાયાબિટીસથી માંડીને હદયરોગની સંભાવના
  • હેલ્થ માટે પ્રોસેસ્ડ ફુડ ખૂબ હાનિકારક 

આજની પેઢી ચટપટ્ટું ખાવાની ઈચ્છા થાય ત્યારે તરત જ ઓનલાઈન ફુડ અથવા પ્રોસેસ્ડ ફુડ તરફ વળે છે ત્યારે લોકોને આ પ્રકારનાં ભોજનથી થતી અસર વિષે જાણવું અગત્યનું છે. આ પ્રકારનું ભોજન સતત લેવાથી શરીરને લાંબાગાળે ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કેન્સરનો ખતરો ટાળવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી રહો દૂર
આજકાલ લોકોને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધુ પસંદ આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં ફાઇબરની માત્રા ઓછી અને શુગરની માત્રા વધુ હોય છે. આવી વસ્તુઓ ખાવાથી પેટ તો ભરાઇ જાય છે, પરંતુ વજન પણ ઝડપથી વધવા લાગે છે. એક્સપર્ટની વાત માનીએ તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના સેવનથી હેલ્થને સૌથી વધુ ખતરો રહે છે. હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે જો લાંબા સમય સુધી અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવામાં આવે તો કેન્સરનો ખતરો વધી જાય છે. સૌથી પહેલાં એ જાણો શું હોય છે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ.

કોને કહેવાય છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં કેટલાંય તત્ત્વો સામેલ હોય છે. આ ફૂડ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડને કોસ્મેટિક ફૂડના નામે પણ ઓળખવામાં આવે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં તમામ પ્રકારનાં તત્ત્વો સમાપ્ત થઇ જાય છે. આ ફૂડ ફેક્ટરીમાં બને છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં માત્ર કેલરી વધુ હોય છે, તેમાં વધુ પ્રમાણમાં શુગર અને ફાઇબર સહિત પ્રોટીનની માત્રા ઓછી હોય છે.

શું અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી કેન્સર થવાનો ખતરો?
લંડનની ઇ‌િમ્પરિયલ કોલેજના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જો લાંબા સમય સુધી આ ફૂડનું સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં ખરેખર કેન્સરનો ખતરો વધે છે. આ ફૂડ માત્ર કેન્સરનો ખતરો વધારતાં નથી, પરંતુ હેલ્થ માટે પણ ખૂબ હાનિકારક છે. જો બાળકો અને વયસ્ક લોકો આ ફૂડનું સેવન કરે છે તો ભવિષ્યમાં ખૂબ ખરાબ અસર જોવા મળે છે.

આ રોગોનો બની શકો છો ભોગ...
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ ફૂડનો સંબંધ મેદસ્વિતા, ટાઇપ-2 ડાયા‌બિટીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર હાર્ટ ડિસીઝ સાથે પણ છે, તેમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો પણ સામેલ છે. આ ફૂડના સેવનથી સૌથી વધુ ઓવેરિયન કેન્સર અને બ્રેઇન કેન્સરનો ખતરો પણ રહે છે. જો ૧૦ ટકા આ ફૂડનું સેવન કરવામાં આવે તો તેનો ખતરો બે ટકા વધી જાય છે.

હંમેશાં હેલ્ધી ફૂડ અપનાવો
લોકોએ પોતાના ડાયટ પર વધુ ધ્યાન આપવું જોઇએ. હંમેશાં તમારો ડાયટ હેલ્ધી હોવો જોઇએ. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી દરેક વ્યક્તિએ દૂર જ રહેવું જોઇએ.

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Diabities Processed Food પ્રોસેસ્ડ ફુડ રોગ હેલ્થ Health care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ