સ્ટેચ્યૂ ઓફ યુનિટી: મુલાકાતીઓનું ઘોડાપુર, નવા વર્ષના પ્રથમ દિવસે 20 હજાર પ્રવાસીઓ....

By : vishal 06:53 PM, 08 November 2018 | Updated : 06:53 PM, 08 November 2018
તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસે 20 હજાર પ્રવાસીઓના આગમનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વર્ષના પ્રથમ દિવસના 4 વાગ્યા સુધીમાં 16,036 પ્રવાસીઓ નોંધાયા છે. 

જેને લઈને પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ ઓછી પડી હતી. પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી 5 વાગ્યે ટિકીટ કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. તો દિવાળીના દિવસે 11,219 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 

જેને લઈને નિગમને 2 દિવસમાં 70 લાખથી વધુની આવક થઈ છે. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા વર્ષના પ્રથમ દિવસથી લેસર શો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ શો દરરોજ 6.30 થી 8 વાગ્યા સુધી યોજાશે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story