બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / statue of unity tapi songadh beautiful views due to heavy rain in monsoon season
Dhruv
Last Updated: 11:59 AM, 10 July 2022
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લાં પાંચેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બરાબર જમાવટ કરી છે. એમાં નર્મદા જિલ્લામાં 2.4 ઈંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદી માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચારે તરફ હરિયાળી ખીલી ઉઠતા જાણે કે લીલી ચાદર છવાઇ ગઇ હોય તેવાં રમણીય દ્રશ્યો સર્જાયા છે.
ADVERTISEMENT
વરસતા વરસાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આહલાદક નજારો
વરસતા વરસાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મિની કાશ્મીર જેવાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. બીજી બાજુ કેવડિયા પંથકમાં સતત વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી 114.68 મીટર પર પહોંચી છે. ધીમે-ધીમે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કરજણ ડેમની જળસપાટી 103.81 મીટરની સપાટીએ પહોંચી છે. આ સાથે નાના કાકડી આંબા ડેમ અને ચોપડવાવ ડેમની સપાટીમાં પણ વધારો થયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) ખાતે સર્જાયા આહ્લાદક દ્રશ્યો
રાજ્યમાં હાલમાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) ખાતે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યાં છે.
સરદારની ઉંચી પ્રતિમાની આસપાસનો નજારો કુદરતી સૌદર્યથી ખીલી ઉઠ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સરદારની ઉંચી પ્રતિમાનો નજારો મન મોહી લે તેવો છે. પ્રવાસીઓ સુંદર વાતાવરણમાં પ્રવાસની મજા માણી રહ્યાં છે.
તાપી જિલ્લાના જંગલ વિસ્તારનું સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું
તો બીજી બાજુ તાપી જિલ્લાના જંગલ વિસ્તારનું સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સોનગઢના જંગલ વિસ્તારોમાં અનેક ધોધ અને ઝરણાં જીવંત થઇ ગયા છે. સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલ ચિમેર ધોધ જીવંત થયો છે.
લગભગ 300 ફૂટની ઉંચાઈથી પડતો ધોધ જીવંત થયો
ચિમેર ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. લગભગ 300 ફૂટની ઉંચાઈથી પડતો ધોધ જીવંત થયો છે. જંગલમાં વહેતો ધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગાઢ જંગલની વચ્ચે આવેલો ધોધનો નજારો ખરેખર માણવાલાયક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.