મુશ્કેલી /
હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાના હોવ તો પહેલાં આ જાણી લેજો, નહીંતર પહોંચીને હેરાન થશો
Team VTV11:38 AM, 23 Dec 20
| Updated: 01:02 PM, 23 Dec 20
શિયાળો અને ડિસેમ્બર છે ત્યારે ગુજરાતીઓ માટે ફરવાની મોસમ ચાલી રહી છે તેમ કહેવાય. જો કે કોરોનાને કારણે લોકો ફરવાલાયક સ્થળો પર જવાનું ટાળે છે તેમ છતાં કેટલાંક એવા સ્થળો છે જ્યાં વન-ડે પિકનિક માટે ગુજરાતીઓના હોટ ફેવરિટ સ્થળો છે. આવામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી એક એવું સ્થળ છે જ્યાં ગુજરાતીઓ જવા માટે પસંદ કરતા હોય છે. ત્યારે જો તમે પણ ક્રિસમસની રજાઓમાં પરિવાર સાથે ત્યાં જવાનું વિચારતા હોવ તો આ મહત્વના સમાચાર જાણી લેવા જરૂરી છે.
SOU સહિતના સ્થળોએ ઉપયોગમાં લેવાતી બસ સેવા બંધ
પ્રવાસીઓને લઇ જતી ખાનગી બસના ડ્રાઇવરોની હડતાળ
કોરોનાકાળનો પગાર અને અનિયમિત પગારને લઇ હડતાળ
જો તમે નાતાલની રજાઓના સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ફરવા જવાનું વિચારી રહ્યાં હો તો હાલમાં SOU સહિતના સ્થળોએ પ્રવાસીઓ માટે ઉપયોગમાં લેવાતી ખાનગી બસના ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યાં છે. આમ નાતાલની રજાના સમયે જ ડ્રાઇવરોની હડતાળથી પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના સ્થળોએ ઉપયોગમાં લેવાતી બસ સેવા બંધ થઈ છે. પ્રવાસીઓને લઇ જતી ખાનગી બસના ડ્રાઈવરોએ હડતાળ કરી છે. કોરોનાકાળનો પગાર અને અનિયમિત પગારને લઈ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. નાતાલની રજાઓના સમયે જ બસ ડ્રાઇવરોએ હડતાળ કરી.
ખાનગી બસ ડ્રાઇવરોની હડતાળથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. SOUના પ્રવાસીઓને ખાનગી લક્ઝરી બસમાં લઇ જવાય છે. તંત્ર દ્વારા ડ્રાઇવર-ક્લીનરો સાથે સમાધાનનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 2 મહિનાનો પગાર ડ્રાઇવર-ક્લીનરને ન ચૂકવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો. લોકડાઉનનો પગાર પણ હજૂ ન ચુકવાતા ડ્રાઇવરોમાં રોષ જોવા મળ્યો.