આમ હોળીના પર્વમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા જવાનું વિચારતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. આજે દેશભરમાં હોલિકા દહનનો ઉત્સવ ઉજવવામાં આવશે. આશુરી અહંકાર પર ભક્તિની શક્તિના વિજયનું આ મહાપર્વ છે. ત્યારે રાજ્યમાં જાણે ત્રણ દિવસનું મીની વેકેશન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સોમવાર હોવા છતાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લીધો છે.
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે રહેશે ખુલ્લુ
સોમવાર હોવા છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે ખુલ્લુ
તહેવારને લઈ તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે નિર્ણય
હાલ રાજ્યમાં પરીક્ષાનો માહોલ છે તેમ છતાં રાજ્ય તેમજ બહારથી આવનારાઓ માટે આજે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિને લઇને ખુશખબર આવ્યાં છે. આજરોજ દર સોમવારે બંધ રાખવામાં આવતું સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખુલ્લુ રાખવામાં આવશે.
તંત્ર દ્વારા બહારના રાજ્યોમાંથી હાલ ત્રણ દિવસના મીની વેકેશનની રજાને ધ્યાનમાં લઇને તેમજ હોળીના તહેવાર નિમિત્તે સોમવાર હોવા છતાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખુલ્લુ રાખવાનો નિર્ણય લીધો છે. આમ તહેવારને લઇને તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે આ મહત્વનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટિમાં મેન્ટેનન્સની કામગીરીને લઇને આમ જનતા માટે બંધ રાખવામાં આવે છે, પરંતુ હોળીના તહેવાર હોવાથી પર્યટકોની સંખ્યા આ સમયમાં વધી જતાં હોય છે તેથી પર્વના ધ્યામાં રાખીને નિર્ણય લેવાયો છે.