બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statue of Unity Ektanagar Minister Purnesh Modi held a meeting with Kevadia officials
Vishnu
Last Updated: 09:24 PM, 22 June 2022
ADVERTISEMENT
ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીએ કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવામાં આવતા આડેધડ નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી છે. નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU-એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજીને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આ દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.
ADVERTISEMENT
મહત્વનું છે કે આ મુલાકાત દરમિયાન પૂર્ણેશ મોદીના ધ્યાને કેવડિયામાં સત્તામંડળના અણઘડ નિર્ણયો ધ્યાનમાં આવ્યા હતા. જેને લઈને મંત્રીજીએ બેઠકમાં અધિકારીઓનો ઉઘડો લીધો હતો. અને સ્પષ્ટ શબ્દોમાં સૂચન કર્યું હતું કે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, જેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના - મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને SOUADTGA ઓથોરિટીના અધિકારીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે
કોણ કોણ હતું બેઠકમાં ઉપસ્થિત?
ભરૂચના સાંસદ મનસુખ વસાવા, સહિતના આ વિસ્તારના અન્ય આગેવાનો, ઉપરાંત SOUADTGA ના વરિષ્ઠ અધિકારીઓમાં ઉપસ્થિતિમાં ઉક્ત બેઠક યોજાઇ હતી.મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગર વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો છે તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઓથોરિટી સાથે આજે આ બીજી બેઠક કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT