બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Statue of Unity Best for Diwali 2 lakh people came in 4 days

પર્યટકો / દિવાળીમાં ફરવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બેસ્ટ: 4 દિવસમાં 2 લાખ લોકો આવ્યા, જાણો કેટલી થઈ આવક

Last Updated: 11:59 AM, 9 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેવડિયા પ્રવાસીઓથી ઉભરાયું દિવાળીના તહેવારોમાં સૌથી મોટું પ્રવાસન સ્થળ બન્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યું છે, અહીં પ્રવાસીઓના ધસારાને જોતા કહી શકાય કે પર્યટકો માટે આકર્ષનું કેન્દ્ર બન્યું છે અહીં 4 દિવસમાં બે લાખ પ્રવાસીઓેએ મુલાકાત લીધી છે.

  • કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી આકર્ષનું કેન્દ્ર 
  • આજે લાભપાંચમે પણ પ્રવાસીઓની ભીડ યથાવત
  • પ્રવાસીઓને તકલીફ ન પડે એ માટે તંત્ર સજ્જ


નર્મદા જિલ્લામાં કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓની પસંદગીનું સ્થળે બની રહ્યું છે, દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષનું કેન્દ્ર બની રહેવા પામ્યું છે અહીં 4 દિવસમાં 2 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, ત્યારે આગામી દેવ દિવાળી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી શકે છે, અહીં 90 ટકા ટિકિટો અને હોટલો અગાઉથી જ બુક થઇ ગઇ છે. છેલ્લા 4 દિવસમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીને 4 કરાડો રૂપિયાની આવક થઇ છે. 

આજે લાભપાંચમે પણ પ્રવાસીઓની ભીડ યથાવત

આજે લાભપાંચમના દિવસે પણ સ્ટેચ્યુ ખાતે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. પ્રવાસીઓના ધસારાને જોતા તંત્ર દ્વારા ST બસોની સંખ્યા પણ વધારવામાં આવી છે. દિવાળી અને નવા વર્ષના દિવસે પ્રવાસીઓની સંખ્યા વધી જતા ખાનગી બસનો પણ સહારો લેવામાં આવ્યો હતો. અહીં આવનાર મુલાકાતીએ અને પર્યટકોને  કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે.

પ્રવાસીઓને તકલીફ ન પડે એ માટે તંત્ર સજ્જ

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગુજરાતીઓ રજાના દિવસોમાં ફરવાના શોખીન હોવાથી બીજા રાજ્યોમાં જવાને બદલે પોતાના જ વતનમાં પ્રવાસની મજા માણી રહ્યા છે. દિવાળી વેકેશનને લઈને કેવડિયામાં પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. કેવડિયામાં માત્ર દેશનાં જ નહીં પણ વિદેશી પ્રવાસીઓ પણ હવે સરદાર વલ્લભભાઈ પટેલનાં 182 મીટરનાં સ્ટેચ્યૂને જોવા માટે આવી રહ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ગુજરાત જ નહીં, બલકે દેશ-વિદેશના પર્યટકો માટે જોવાલાયક સ્થળ બની ગયું છે, 

કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટ બન્યા આકર્ષનનું કેન્દ્ર 

કેવડિયાની આસપાસ અલગ-અલગ જોવાલાયક અને માણવા લાયક 21થી વધુ પ્રોજેક્ટો આવેલા છે. વિશ્વ વન:  જેમાં સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે. એકતા નર્સરી: અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો લઈ જાય છે, બટરફ્લાય ગાર્ડન: કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે, એક્તા ઓડિટોરિયમ: સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે, રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરાવે છે,  કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે, ભારત વન: અહીં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે. ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ બનાવે છે. જંગલ સફારી: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. ગુજરાતનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બની ગયેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી દિવાળી સહિતના તહેવારોમાં પરિવાર સાથે ફરવા લાયક ડેસ્ટિનેશન બન્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Festival statue of unity tourist destination ચ્યૂ ઓફ યુનિટી દિવાળી તહેવારો પર્યટકો પ્રવાસીઓ મુલાકાતીઓ Statue of Unity
Kiran
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ