બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Statement of the Education minister regarding the dates of the 12th board exam
Shyam
Last Updated: 04:52 PM, 16 May 2021
ADVERTISEMENT
વડોદરાની મુલાકાતે પહોંચેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોરણ-12ની પરીક્ષા અંગે જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું કે, ધોરણ-12ની પરીક્ષા તો લેવાશે. જો કે, તારીખોની જાહેરાત અંગ કહ્યું કે, કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરીને પરીક્ષાની તારીખ જાહેર કરાશે. સરકાર બાળકોની ચિંતા પણ સરકાર કરી રહી હોવાનું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું.
ADVERTISEMENT
ધોરણ 12ની પરીક્ષાઓ યોજીવી કે નહીં, કે પછી ધોરણ 10 જેમ માસ પ્રમોશન આપવાનું તે અંગે ગઈકાલે બેઠક મળી હતી. જેમાં સર્વ સંમતીથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન નહી આપવાનો નિર્ણય કરાયો છે. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવામાં આવશે તેવું કોર કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે. રાજ્યમાં પહેલેથી જ 1થી9 અને 11માં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે ધોરણ 12ની પરીક્ષા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે ધોરણ 12ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ ધોરણ 12ની પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.