બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Statement of PAS leader Dinesh Bambhaniya on hardik patel join BJP

રાજનીતિ / જે એક સમયે સિંહ કહેવાતો તે આજે ખિસકોલી બનીને કામ કરશે : બાંભણિયાનો હાર્દિકને ટોણો

Vishnu

Last Updated: 09:58 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું હાર્દિક આજે જ હિન્દુ થઈ ગયો? આપેલ વચનો અને સિંહ ગર્જના ભૂલી ભાજપની ખુશામત કરવા ગયો: દિનેશ બાંભણિયા

  • હાર્દિક પટેલ ભાજપમાં
  • વિપક્ષી નેતાઓને ભાજપ પર કસ્યો તંજ
  • દિનેશ બાંભણીયાએ કર્યા તીખા પ્રહાર

પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા અને કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ સુધીના રાજકીય પદ પર રહ્યા બાદ આજે હાર્દિક પટેલે નવા રાજકીય પથ પર સફર શરૂ કરી છે.... હાર્દિક પટેલ ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં વિવિવત રીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે અને વિપક્ષ સહિત પાસ અને એસપીજી જેવા સામાજિક સંગઠનો પણ હાર્દિકના કેસરિયા કરવા પર મન મૂકીને વરસી રહ્યા છે. હાર્દિકે વારંવાર કહ્યું હતું કે હું ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ. જેના પર સોશિયલ મીડિયામાં અનેક તંજ કસાઈ રહ્યા છે.

સિંહ કહેવાતો તે ખિસકોલી બની કામ કરશે: દિનેશ બાંભણીયા
સમગ્ર મામલે આંદોલન સમયે હાર્દિક પટેલના સાથીદાર અને હાલમાં પાસના આગેવાન એવા દિનેશ બાંભણીયાએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જેને સિંહની ઉપમા આપવામાં આવતી હતી તે હવ ખિસકોલીના રૂપમાં કામ કરવા તૈયાર થયો છે.ભાજપ પાર્ટીએ જેટલું સરેન્ડર કરવું પડ્યું છે તેટલું જ સરેન્ડર હાર્દિકે પોતાના સિધ્ધાંતો અને વચનો સાથે પણ કર્યું છે. ભાજપના સિનિયર નેતાઓએ કહ્યું હતું કે આ કચરો ભેગો કરવાનો કોઈ મતલબ જ નથી. ત્યારે આજે બધુ જ પડખે મૂકી ભાજપમાં જતા તેમનું શુદ્ધિકરણ થઈ ગયું હોય તેવી રીતે હાર્દિકનો પ્રવેશ કરવામાં આવ્યો. 

શું હાર્દિક આજે જ હિન્દુ થઈ ગયો: દિનેશ બાંભણીયા
ભારતીય જનતા પાર્ટીમાં હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાજપના કાર્યકર્તા ન બનશો અન્યમાં જઈ ભાજપમાં આવો તો કદ પણ મળશે અને સત્તા પણ..હાર્દિક હિન્દુ વિચારધારાને લઈ ભાજપમાં જોડાવવાનું કહી રહ્યો છે પણ હિન્દુ વિચારધારા તો 2015માં પણ હતી અને 2017માં પણ..2019માં હતી. સાથે સવાલ કરતાં કહ્યું કે શું હાર્દિક આજે જ હિન્દુ થઈ ગયો. હાર્દિક હાલ ભાજપની ખુશામત કરી રહ્યો છે.હું મિત્ર તરીકે હાર્દિકની એક વાત મૂકી રહ્યો છું કે જેણે સિંહ ગર્જના કરી વચન આપેલું કે હું ભાજપમાં નહી જોડાવું એ વચન અને એ વાતનું શું થશે.

હાર્દિકનો ભાજપમાં પ્રવેશ કરાવવોએ કેવી મજબૂરી?- ઠાકોર
 ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપના નેતાઓને પ્રશ્ન કર્યા છે. અરવલ્લી ખાતેના કાર્યક્રમમાં તેમણે હાર્દિકને આડે હાથ લઇને ભાજપ નેતાઓને સવાલ કરતાં  પૂછ્યું કે, ભાજપની એવી કેવી મજબૂરી છે, તે હાર્દિકને ભાજપમાં પ્રવેશ આપવો પડે છે. એક સમયે ભાજપના નેતાઓના કાનના કીડા સરી પડે એવું હાર્દિક બોલ્યો હતો. આમ છતાં તમારે આવા લોકોને કેમ પક્ષમાં સામેલ કરવા પડે છે.

હાર્દિક કરતાં મોંઘવારી, શિક્ષણ એ મહત્વના મુદ્દાઓ છેઃ ઇટાલીયા
પાટીદાર નેતા હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ AAP પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે તેઓ કહ્યું કે હાર્દિકના ભાજપ પ્રવેશમાં કંઇ બોલવા જેવું નથી, 
કોણ કઇ પાર્ટીમાં જાય તે મુદ્દા નથી. મોંઘવારી, શિક્ષણ એ મહત્વના મુદ્દાઓ છે.

વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ શું કહ્યું?
ગુજરાત વિરોધ પક્ષનાનેતા સુખરામ રાઠવા એ જણાવ્યું કે હાર્દિક પટેલના પોતાના મન ની વાત છે એને ભાજપમાં જવું હોય તો ભાજપમાં જાય આપમાં જવું હોય તો આપમાં જાય આ દેશમાં લોકશાહી છે ક્યા પક્ષમાં જવું અને ક્યાં જોડાવું એ હાર્દિક ભાઈ નો વિષય છે..દેશમાં લોક શાહી છે..માણસ કોઈ પણ પક્ષમાં જઇ શકે છે.

ભાજપે હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો હાર્દિક શું અપાઇ દેવાનો છે?: રેશમા પટેલ NCP નેતા
રેશમા પટેલે VTV પર EXCLUSIVE વાતચીત દરમ્યાન એમ કહ્યું કે, 'મને યાદ આવે છે એ પરિવારની વાત કે જ્યારે તેને હું સાથે લઇને ભાજપના મંત્રીઓને, CMને મળી છું, એક-એકની ફાઇલો છે અને હજુ સુધી કોઇને નોકરી નથી આપી, તો આ શું અપાઇ દેવાનો છે? ભારતીય જનતા પાર્ટી એટલી નફ્ફટ કેમ છે, તમે 17ના વાયદા તો પૂરા કરો, પછી તમારે જેને ખરીદવો હોય તેને ખરીદજો. જેને લઇ જવો હોય તેને લઇ જજો. તમે એક પણ વચન નથી પૂરા કર્યા અને આ ભાઇ કહે છે કે હું 2 મહિનામાં પાટીદાર આંદોલનમાં શહીદ યુવાનોના પરિવારને નોકરી અપાવી દેશે. એની શું તાકાત છે? પાછો સુફિયાણી એવી વાતો કરે છે કે હું નોકરી અપાવી દઇશ.  હું ક્યાં સળગાવવા ગયો હતો, મે ક્યાં કંઇ કીધું હતું? થોડીક તો શરમ કરવી જોઇએ. એ માતા બહેનો આ જોતા હશે તો એને એમ થાશે કે અમે બધાં પણ એવાં જ ચિતરાઇ જઇશું કે આ લોકો સ્વાર્થ માટે નેતા બન્યા છે.'

હાર્દિક પટેલના ભાજપના જોડાવાથી શું રાજકીય ફરક પડશે?
હાર્દિક પટેલની તો 15માં પાટીદાર આંદોલને જેને હીરો બનાવ્યો, તે હાર્દિક પાટીદાર આંદોલનને એક સ્ટેપીંગ સ્ટોન બનાવીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને નાની ઉંમરમાં, નાની રાજકીય કારકિર્દીમાં તો કોંગ્રેસે હાર્દિકને મહત્વની જવાબદારી સોંપી દીધી અને કાર્યકારી અધ્યક્ષનું મહત્વનું પદ પણ આપ્યું. પણ ટુંકા સમયમાં જ પોતાની મહત્વકાંક્ષાને વધુ મહત્વ આપતા હાર્દિકે કોંગ્રેસને કોસવાનું શરૂ કર્યું અને આજે વિધિવતરીતે ભાજપ જોડે જોડાઇ ગયા. આંદોલનથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપ ખૂબ ઝડપી પોતાની ચાલ બદલતા રહ્યા હાર્દિક પટેલ. પણ સવાલ એ ઉભો થાય છે કે ભાજપમાં અનેક પાટીદાર નેતાઓ છે તો હાર્દિક જે ભાજપ અને ભાજપના નેતાઓને ભાંડતા થાક્યા નહોતા તેવા હાર્દિકને કેમ સમાવ્યા. હાર્દિક પટેલના ભાજપના જોડાવાથી શું રાજકીય ફરક પડશે? પક્ષપલટાથી શું અસર પહોંચશે ચૂંટણી પર અસર? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ