બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Statement of Jagdish Thakor and CR Patil on Naresh Patel

'નરો વા કુંજરો વા' / નરેશ પટેલના નિર્ણય પર જગદીશ ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું 'અમારા તરફથી તમામ તૈયારી અમે કરી રાખી હતી પણ..'

Vishnu

Last Updated: 06:05 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેશ પટેલના નિર્ણયથી સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડ્યો, હાર્દિકે કોંગ્રેસ છોડતા નરેશ પટેલને સાધી કોંગ્રેસ પાટીદાર વોટબેન્ક પર મજબૂત કરવા માંગતી હતી જેના પર પાણી ફરી વળ્યું

  • નરેશ પટેલના 'નરો વા કુંજરો વા'
  • નરેશ પટેલ 'ટેમ્પરરી' રાજકારણમાં નહીં જોડાય
  • નરેશ પટેલનો 'રાજકીય' નિર્ણય

નરેશ પટેલના રાજ્કીય પ્રવેશની અટકળોનો આખરે અંત આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણમાં આવવા માટે તલપાપડ હતા.પરંતુ આખરે તેમને એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. નરેશ પટેલના રાજ્કીય નિર્ણય પર ભાજપ-કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.

રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય નરેશ પટેલનો ખૂદનો: સી આર પાટીલ, પ્રદેશ પ્રમુખ ભાજપ
પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જેને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપને વિધાનસભા ચૂંટણી વહેલી કરવા માટે કોઈ પ્રકારની માગણી કરી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે. રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય નરેશ પટેલનો ખૂદનો છે.

જે નિર્ણય નરેશભાઈએ લીધો છે તેને સ્વીકારીએ છીએ: જગદીશ ઠાકોર, પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ
નરેશ પટેલના રાજકારણમાં ન પ્રવેશવા અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા, કહ્યું 'નિર્ણય નરેશ ભાઈએ જ લેવાનો હતો, જે નિર્ણય નરેશભાઈએ લીધો તેને સ્વીકારીએ છીએ, અમારા તરફથી તમામ તૈયારી અમે કરી રાખી હતી પણ છેલ્લો નિર્ણય તો તેઓ જ લેવાનો હતો' 

કોંગ્રેસને સૌથી મોટો ઝાટકો લાગ્યો
આપને જણાવી દઈએ કે જો નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ કરે તો કોંગ્રેસમાં જવાના ચાન્સ વધુ હતા કોંગ્રસના નેતાઓ પણ આવો નરેશભાઈ આવો નરેશભાઈ કરી રહ્યા હતા. પણ એક જ ઝાટકે કોંગ્રેસની મસમોટી ઓફરને પણ નરેશ પટેલે ફગાવી દીધી હોય તે તેમના નિર્ણયથી લાગી રહ્યું છે. હાર્દિક પટેલના કોંગ્રેસ છોડ્યા બાદ નરેશ પટેલ અને તેમના સમાજની વોટબેન્ક પર મીટ માંડીને બેઠલી કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા આ સૌથી મોટો ફટકો છે.

નરેશ પટેલના વળતા પાણી
છેલ્લાં કેટલાંય સમયથી નરેશ પટેલને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલીક અટકળો ચાલતી આવી છે. જેનો આજે અંત આવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 'રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું.' 

હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'હજુ પણ કદાચ લોકો મને મળવા આવશે. આ પણ શક્ય છે. તો મને પૂછીને જ જે વાત કરવી તે કરજો. 2022ની અંદર દરેક પક્ષમાં પાટીદારો હોય અથવા અન્ય સમાજના પણ લોકો મારી મદદ માંગવા આવશે તો હું તેમને મદદ કરીશ.'

હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં: નરેશ પટેલ
નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે, 'વડીલોની ચિંતા, સમાજનું સંગઠન, હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં. દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ન કરી શકું. ત્યારે વડીલોની ચિંતા મને થોડી યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવાં કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે. ત્યારે આવા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના બાકી રહ્યાં છે ત્યારે આ પ્રકલ્પોને વેગ આપું, એને આગળ વધારું, ગુજરાતની જનતાને દરેક સમાજને આમાં લાભ મળે એવાં પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરે. આ બાબતથી હાલ રાજકારણમાં મારા પ્રવેશને હું હાલ પૂરતો મોકુફ રાખું છું. આ જે પ્રકલ્પો છે તેને ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ તેને રોલમોડલ તરીકે આગળ વધારવા માંગે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ