પત્રકાર પરિષદ /
કાલે જ મળેલી બાતમીથી લઈને પેપરકાંડ ગેંગના પર્દાફાશ સુધી, ATSએ તપાસના ધમધમાટ બાદ આપી મહત્વની માહિતી, 16ને લીધા જાપ્તામાં
Team VTV06:31 PM, 29 Jan 23
| Updated: 06:55 PM, 29 Jan 23
જુનિયર ક્લાર્કના પેપરલીકની ઘટનાને લઈ ATS એસપી સુનિલ જોષીએ કહ્યું કે, પરીક્ષાને લઈ પોલીસને સૂચના અપાઈ હતી જેને લઈ આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી હતી.
ગુજરાત ATSના એસપી સુનિલ જોષીનું નિવેદન
'અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે'
'કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર અગાઉથી જ વોચ હતી'
રાજ્યમાં જુનિયર ક્લાર્કના પેપરલીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપરલીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને કારણે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. જે સમગ્ર ઘટનાને લઈ ગુજરાત ATSનું ફરી નિવેદન સામે આવ્યું છે.
ગુજરાત ATSનું ફરી મોટું નિવેદન
ATS એસપી સુનિલ જોષીએ જણાવ્યું કે, જે મહેનત કરી રહ્યાં છે તેમની સાથે અન્યાય નહીં થાય તેમણે કહ્યું કે, અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે અને કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર અગાઉથી જ વોચ હતી, આરોપી પર વોચ રખાઈ રહી હતી. પરીક્ષાને લઈ પોલીસને સૂચના અપાઈ હતી જેને લઈ આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATS આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમણે કહ્યું કે, અમને બાતમી કાલે જ મળી હતી અને મોડી રાત્રે કાર્યવાહી કરી હતી, હાલ એક આરોપીની તપાસ માટે ટીમ ઓડિશામાં છે, ગેંગનો પૂર્ણ રીતે પર્દાફાશ થઈ ગયો છે.
'કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર વોચ હતી'
તેમણે જણાવ્યું કે, આરોપીઓ પર નજર રખાઇ રહી હતી અને કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી પર વોચ હતી તેમજ બંને આરોપી પર અગાઉ કેસ હતા એટલે ATS સર્વેલન્સ કરી રહી હતી તેમણે કહ્યું કે, અત્યાર સુધી 16 આરોપીની ધરપકડ કરી છે. ખાનગી બાતમીને લઈને પ્રદીપ નાયકનું નામ સામે આવ્યું છે અને પ્રદીપ નાયક મોરારિ પાસવાનના સંપર્કમાં આવ્યો હતો. પ્રદીપ નાયકના સાગરિત જીતુ નાયકે પેપર લીક કર્યુ. ATS પ્રેસ કોન્ફરસમાં જણાવ્યું કે, મોરારિ પાસવાન અને પિન્ટુ કુમાર એકબીજાના સંપર્કમાં હતા અને આરોપીઓના નિવેદન લીધા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત ATS આરોપી ઝડપ્યા છે. અન્ય આરોપીઓની સંડોવણીને લઇ તપાસ શરૂ કરાઇ છે. ઓડિશામાં એક આરોપીની શોધખોળ ચાલી રહી છે.
મુખ્ય આરોપીને હૈદરાબાદથી ઉઠાવી લેવાયો
પેપર લીકકાંડનો મુખ્ય આરોપી જીત નાયકને હૈદરાબાદથી ઝડપી લેવામા આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલા 15 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. જ્યારે બાકીના આરોપીઓ ગુજરાતના છે. પેપર લીક કેસમાં એક કમિટી પણ રચવામાં આવી છે જેને આગામી 100 દિવસમા ફરી પરિક્ષા લેવામા આવશે તેવી જાહેરાત કરી દેવામા આવી છે જેને લઇ વિધાર્થી હતાશ થઇ ગયા છે હાલ કરેલી મહેનત એળે ગઇ છે ફરી તૈયારીઓ કરવી પડશે. ફરી મુળ વાત કરીએ તો હૈદરાબાદથી પકડાયેલો મુખ્ય આરોપીજીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. જેણે પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું. પ્રદીપ નાયકને ATS દ્રારા રાત્રે જ પકડી લેવામાં આવ્યો હતો. હવે આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા આરોપીની પૂછપરછ દરમિયાન થઈ શકે છે. જીત નાયક નામનો જે મુખ્ય આરોપી છે તેને ATS દ્વારા હૈદરાબાદથી દબોચી લેવામાં આવ્યો છે, હવે આરોપી જીતને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પંચાયત પેપકકાંડમાં કેતન બારોટની મહત્વની ભૂમિકા
પેપર લીંક મામલે વીટીવી ન્યુઝ કેતન બારોટની ઓફિસે પહોચ્યું હતું. ત્યારે કેતન બારોટ એજ્યુંકેશન કન્સલટન્સી ચલાવે છે. અમદાવાદના આશ્રમ રોડ પર દિશા કન્સલટન્સી ચલાવે છે. ત્યારે કેતન બારોટ અગાઉ પેપરકાંડમાં પકડાઈ ચૂક્યો છે. તેમજ તે દિલ્લીની તિહાર જેલમાં પણ રહી ચૂક્યો છે. જ્યારે કેતન બારોટ મોંધી લકઝુરીયસ કારનો પણ શોખીન છે. પંચાયત પેપરકાંડ મામલે કેતન બારોટની મહત્વની ભૂમિકા છે.