Statement of Deepen Bhadran of ATS in Junior Clerk Paper Leak Case
VTV Exclusive /
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં ATSના દીપેન ભદ્રનનું નિવેદન: ટૂંક સમયમાં થશે મોટા ખુલાસા, વડોદરાથી 15ની ધરપકડ
Team VTV11:44 AM, 29 Jan 23
| Updated: 12:33 PM, 29 Jan 23
જુનિયર ક્લાર્ક પેપરલીક મામલે VTV સાથેની વાતચીતમાં ATSના DIG દીપેન ભદ્રને આપ્યું મહત્વનું નિવેદન.દીપેન ભદ્રને કહ્યું, અમારી ટીમ મોડી રાતથી કામે લાગી ગઇ છે, ટૂંક સમયમાં થશે મોટા ખુલાસા.
જુનિયર ક્લાર્ક પેપરલીક કેસ મામલો
ATSના દીપેન ભદ્રન સાથે VTVની વાતચીત
'મોડી રાતથી કામે લાગી ગઇ છે અમારી ટીમ'
ફરી એક વખત 156 સીટની તોતિંગ જીતનું વળતર બેરોજગારોને સરકારે આપ્યું છે. વધુ એક વખત યુવાનોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને જુનિયર કલાર્કનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવતા પરીક્ષાર્થીઓ વ્યથિત થઇ ગયા છે. જોકે, પેપર કંઇ રીતે અને ક્યાંથી ફુટ્યું તેને લઇને ગુજરાત ATS મેદાનમાં આવી ગઇ છે. આ તકે VTVએ ATSના DIG દીપેન ભદ્રન સાથે ખાસ વાત ચીત કરી હતી.
ચોક્કસ દિશામાં ચાલી રહી છે તપાસઃ દીપેન ભદ્રન
VTV સાથેની વાતચીતમાં દીપેન ભદ્રને જણાવ્યું હતું કે, હજુ કંઇ કહેવું વહેલું ગણાશે પણ અમારી ટીમ મોડી રાતથી કામે લાગી ગઇ છે. તપાસ ચોક્કસ દિશામાં ચાલી રહી છે અને અમુક લોકોની પુછપરછ કરવામા આવી રહી છે. તેને આગળ તપાસ વધારી અન્ય લોકોની પણ અટકાયત કરવામા આવશે. ટૂંક સમયમા તપાસના અંતે જે આવે તે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ વિગત જાહેર કરવામા આવશે.
દીપેન ભદ્રન (DIG, ATS)
2-3 દિવસથી શકમંદો પર રાખવામાં આવી રહી હતી નજરઃ સુનિલ જોશી
જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે ગુજરાત ATSના એસપી સુનિલ જોશીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત ATSએ છેલ્લા 2-3 દિવસથી શકમંદ લોકો પર નજર રાખી હતી. શકમંદ લોકો અમૂક પરીક્ષાર્થીઓને લઇ વડોદરા ગયા હતા. વડોદરામાંથી 15 લોકોને પકડવામાં આવ્યા હતા. આ તમામ લોકો અલગ-અલગ રાજ્યમાં કામ કરતા હતા. સરકારે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને પેપર રદ કર્યું છે, તપાસ બાદ પેપરલીક મામલે વધુ ખુલાસો થશે. સુનિલ જોશીએ જણાવ્યું છે કે, પેપરલીકની તપાસમાં ગુજરાત ATSના 3 DySP, 9 PI, 10 PSI જોડાયા છે.
Gujarat ATS was continuously keeping a watch on people who were related to previous paper leak incidents. 15 accused have been arrested from Vadodara with question papers. The government decided to cancel the exam. Further investigation is underway: Sunil Joshi, SP, Gujarat ATS pic.twitter.com/upmKgcUQei
ATSની પાંચ ટીમો તપાસ માટે રવાના
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપર ગુજરાત બહારથી લીક થયું હોવાથી પ્રાથમિક માહિતી બહાર આવી છે. તેલંગણાની પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર લીક થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પેપર લીક કાંડમાં તેલંગાણા, બિહાર, ઓડિશા સહિતના રાજ્યોના લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ગુજરાત એટીએસની 5 ટીમો આ રાજ્યોમાં તપાસ કરવા માટે પહોંચી ગઈ છે.
પ્રતિકાત્મક તસવીર
પેપરલીકમાં વડોદરાના કોચીંગ કલાસનું કનેક્શન
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થવા મામલે વડોદરાના સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસને સીલ કરાયા છે. સ્ટેકવાઈઝ ટેક્નોલોજી કોચિંગ ક્લાસીસમાંથી આરોપીને ATSએ ઝડપ્યો છે. ઝડપાયેલા વ્યક્તિ પાસેથી પેપર મળી આવ્યું હતું. સ્ટેકવાઈઝ ટેક્નોલોજીના સંચાલકની ATSએ ધરપકડ કરી છે. ક્લાસીસ સંચાલક ભાસ્કર ચૌધરી અને રિધ્ધિ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બંને મૂળ બિહારના વતની હોવાની માહિતી આવી છે. તેઓ છેલ્લા 4 વર્ષથી ચલાવે છે. ભાસ્કર ચૌધરી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. ભાસ્કર ચૌધરી અગાઉ પણ પેપર લીક કાંડમાં સંડોવાયેલો છે. ભાસ્કર ચૌધરી પેપરલીંક કાંડમાં CBIની તપાસમાં આરોપી રહીં ચૂક્યો છે