બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Statement by Union Minister Mansukh Mandvia on nationwide vaccination
Shyam
Last Updated: 10:59 PM, 4 July 2021
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના પ્રવાસે હતા. જ્યાં તેમણે મહેસાણાના ડીસા ખાતે હેસ્ટર બાયોસાઈન્સીસ લિમીટેડની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે, દેશના અનેક સેન્ટર પર જુદી-જુદી વેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને નવી કંપનીઓ સાથે વધુ વેક્સિન ઉત્પાદન કરવાનું કામ પણ સરકાર કરી રહી છે. તો હેસ્ટર બાયોસાઈન્સીસ પણ કોવિક્સન વેક્સિનનું ઉત્પાદન કરવાની છે. જેની પૂર્વ તૈયારીઓને લઈ મનસુખ માંડવિયાએ મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે કહ્યું કે, દેશમાં ડિસેમ્બર સુધીમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોનું વેક્સિનેશનનું કાર્ય પૂર્ણ કરવાનો ધ્યેય સરકારનો છે.
ADVERTISEMENT
ઝાયડસ બાયોટેક પાર્કની પણ કરી મુલાકાત
તો ગુજરાતના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત કરી હતી. વેક્સિન ઉત્પાદનને લઈ કેન્દ્રીય મંત્રીએ સમીક્ષા કરી હતી. ઝાયડસની વેક્સિન પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું કે, ઝાયકોવ-D વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે ઝાયડસે મંજૂરી માગી છે. ઝાયડસની વેક્સિન સૌ પ્રથમ બનેલી DNA વેક્સિન છે. ઝાયડસની વેક્સિનને મંજૂરી મળશે તેવી આશા છે. દરેક કંપની કેટલી વેક્સિનનો સપ્લાય કરશે તે અગાઉથી જ નક્કી કરાયું છે. ડિસેમ્બર સુધીમાં દેશના તમામ લોકોનું વેક્સિનેશનનો અંદાજ છે. કેટલીક કંપનીઓએ બાળકોની વેક્સિનના ટ્રાયલ માટે મંજૂરી માગી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.