Statement by spokesperson Jitu vaghani after the cabinet meeting of the state government
BIG NEWS /
કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, નદી જોડાણ યોજના સહિત ચણા, તુવેરદાળ અને રાયડાની ખરીદીની થઈ જાહેરાત
Team VTV04:57 PM, 02 Feb 22
| Updated: 05:19 PM, 02 Feb 22
9. 80 કરોડ જેટલા વેક્સિનના ડોઝ લેવાઈ ચૂક્યા , કોરોનાની જંગમાં ગુજરાતની જનતાએ આપેલા સાથ માટે આભાર વ્યક્ત કર્યો હતો
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ
સામાન્ય જનતાને અસર કરતા નિર્ણય બજેટમાં કરાયા
ગુજરાતની જનતા વતી નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ
ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં ગત રોજ લોકસભામાં નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ પર ચર્ચાઓ થઈ હતી. અને ગુજરાતને મળેલા લાભ અંગે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
પાંચ નદીને જોડાણને કેન્દ્રની મોદી સરકારે મંજૂરી આપી, 10 હજાર કરોડ વપરાશે
રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતને PM ગતિ શક્તિ યોજનાનો ખૂબ લાભ ગુજરાતને મળવાનો છે. સાથે જ બજેટમાં 5 નદીઓના જોડાણની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે તેનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતોની ચિંતા કરવા બદલ નરેન્દ્ર મોદી સરકારનો આભાર માને છે. આ નદી કનેક્ટિવિટી માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે તેની માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને આ આયોજનથી ખૂબ જ લાભ થશે બારેમાસ સિંચાઇ માટે પાણી મળી રહેશે જેથી ખેડૂતો દરેક સિઝનમાં પાક લઈ આવક પણ ડબલ કરી શકશે.
ખેડૂતો માટે પાક ખરીદીની જાહેરાત
ચણા, તુવેરદાળ અને રાયડાની ખરીદી માટે રજીસ્ટ્રેશન થશે
ચણા માટે 30 હજાર રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે
બાકી રહેલા ખેડૂતો પણ રજિસ્ટ્રેશન કરાવી દે
28 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
વેક્સિનેશનને લઈ શું કહ્યું?
10 કરોડ વેક્સિન ડોઝ નજીક પહોચ્યા છે
ગુજરાતમાં 9.80 કરોડ ડોઝ લેવાઈ ચુક્યા છે
રાજયના બજેટને લઈ તૈયારીઓની સૂચના અપાઈ છે
આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળા શરૂ કરાશે
રેવન્યુ ક્ષેત્રે ભારત સરકારનો એવોર્ડ રાજ્ય સરકારને મળ્યો
ગરીબો માટે લેવાયેલો કેબિનેટ બેઠકમાં નિર્ણય
3.45 લાખ કાર્ડ ધારકોને તુવેરદાળ આપવામાં આવે છે
વ્યાજબી ભાવના સંચાલકોના કમિશન માં વધારો કરાયો
જાન્યુઆરી થી 1.92 થી 42 રૂપિયાનો વધારો સંચાલકોને અપાયો છે
કમિશનમાં વધારો કરવાથી સરકારને 120 કરોડનો બોજ પડશે
શું છે નદી જોડાણ યોજના?
ગઈ કાલે બજેટ 2022માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાત માટે એક મહત્વની જાહેરાત કરી છે. દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની સરકારે નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી આ નદીઓની આસપાસ આવતી અન્ય સાત મોટી નદીઓ પણ પાણીથી છલકાઈ જશે.નર્મદા અને દમણગંગા નદી બારેમાસ પાણીથી તરબોડ રહે છે પણ ઘણી સહાયક નદીઓમાં ચોમાસા બાદ પાણી મળતું નથી. હવે સરકારની જાહેરાતથી ગુજરાતમાં પાણીની અછત નેસ્તનાબૂદ થઇ જશે.