બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો પરત આવ્યા, બ્રિટિશ હાઈ કમિશનના પૂર્વ પોલિટિકલ એડવાઈઝરે આપી સલાહ
Last Updated: 04:15 PM, 5 February 2025
અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો ભારત પરત આવ્યા છે. અમેરિકાથી પ્રથમ પ્લેન 205 ભારતીયોને લઈ પંજાપનાં અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. લોકોને ગેરકાયદેસર યુએસ ન જવા માટે દિગંત સોમપુરએ સલાહ આપી હતી. બ્રિટિશ હાઈ કમિશનનાં પૂર્વ પોલિટિકલ એડવાઈઝર દિગંત સોમપુરા દ્વારા લોકોને કહ્યું હતું કે ગેરકાયદે જવાથી નાણાં ગુમાવવા પડે છે તેમજ પરેશાન થવું પડે છે.
ADVERTISEMENT
લોકોને ગેરકાયદે અમેરિકા ન જવા માટે આપી સલાહ
ADVERTISEMENT
અમેરિકાન આ પ્રક્રિયા પર બ્રિટિશ હાઈ કમિશનનાં પૂર્વ પોલિટિકલ એડવાઈઝરી અને અમેરિકાનાં ઈન્ડો યુએસ મીડિયાનાં એડિટર દ્વારા મહત્વનું નિવેદન આપ્યું હતું. દિગંત સોમપુરાએ અમેરિકાની પ્રક્રિયા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, લોકોને ગેરકાયદ અમેરિકા ન જવા માટે સલાહ આપી હતી. ગેરકાયદે જવાથી નાણાં ગુમાવવા પડે અને પરેશાન થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમજ ટ્રમ્પ સરકાર આવ્યા બાદ ગેરકાયદે રહેતા લોકોને શોધવા ટીમની રચના કરાઈ છે. તેજ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ એફોર્ટર્સમેન્ટની રચના કરાઈ છે.
અમેરિકાથી વિમાન ભારત આવી પહોંચ્યું
અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચી ચુક્યું છે. અમેરિકન C-17 વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું પહેલું ગ્રુપ ભારત પહોંચી ગયું છે. આ વિમાનમાં 104 ભારતીયો સવાર છે. આ વિમાન અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયું છે, જ્યાં પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક છે. એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં કુલ 104 ભારતીયો છે, જેમાં 13 બાળકો, 79 પુરુષો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભારતીયોમાંથી 33 લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર જ રહેશે અને તેમને ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.
કયા રાજ્યના કેટલા લોકો?
આ વિમાનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ મિલિટરી બેઝ પરથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.