બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:33 PM, 4 June 2019
અત્યાર સુધીમાં યોજાયેલા વર્લ્ડકપમાં સૌથી વધારે ખેલાડી મહારાષ્ટ્રથી (21.7%), જ્યારે સૌથી ઓછા આંધ્ર પ્રદેશથી (4.17%) રહ્યા છે. આ ઉપરાંત 6 મોટા રાજ્યોની વાત કરીએ તો ગુજરાતથી (13%), કર્ણાટક (10.9%), પંજાબ (10.9%), તમિલનાડુ (9.8%), ઉત્તર પ્રદેશ (8.7%), અને દિલ્હી (6.5%) ક્રિકેટર રહ્યા છે. બાકી અન્ય રાજ્યો વિશે વાત કરીએ તો 14.1% ખેલાડીઓ ટીમ ઇન્ડિયાનો હિસ્સો રહ્યા છે. આ આકંડાઓ 92 ખેલાડીઓના છે. તેમાં રોબિન સિંહનો સમાવેશ કરાયો નથી. કેમકે તેમનો જન્મ ટ્રિનિદાદ ટોબેગોમાં થયો હતો.
ADVERTISEMENT
આ 93 ખેલાડીઓમાં લગભગ 20 ટકા ક્રિકેટર એ છે, જે મહારાષ્ટ્રથી આવે છે. અને એમણે 1975ના વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં દર વખતે ટીમ ઇન્ડિયામાં મહારાષ્ટ્રના ખેલાડીઓ જોવા મળ્યા છે. એક પણ એવો વર્લ્ડ કપ નથી જેમા મહારાષ્ટ્રનો ખેલાડી ટીમનો સભ્ય ન હોય. મહારાષ્ટ્ર પછી ગુજરાત, કર્ણાટક, અને પંજાબનો નંબર આવે છે. એક સમય એવો પણ હતો કે જ્યારે મહારાષ્ટ્ર કરતા વધારે ખેલાડી કર્ણાટકથી આવતા હતા. કર્ણાટકે પણ ટીમ ઇન્ડિયાને ઘણા દિગ્ગજ ખેલાડી આપ્યા છે. જેમા મહાન બેસ્ટમેન ગુંડપ્પા વિશ્વનાથ, અનિલ કુંબલે અને જ્વાગલ શ્રીનાથ સામેલ છે.
ADVERTISEMENT
2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનું વર્ચસ્વ હતું. બાદમાં દિલ્હી, ગુજરાત અને યુપીના ખેલાડીઓ છવાયેલા રહ્યા. ભારત 1983 બાદ 2011માં બીજી વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યુ હતું. એમ એસ ધોનીની આગેવાનીવાળી ટીમમાં 4 દિલ્હીના ખેલાડી હતા. બાદમાં મહારાષ્ટ્ર, ગુજરાત, યુપી, અને પંજાબના બે-બે ખેલાડીઓ હતા.
આપને જણાવી કે 2019ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનના રોજ સાઉથ આફ્રીકા સામે કરશે. 16 સભ્યોની ભારતીય ટીમમાં યૂપી અને ગુજરાતમાં જન્મેલા ખેલાડીઓનું વર્ચસ્વ છે. પેસ બોલર જસપ્રીત બુમરાહ ગુજરાત (અમદાવાદ) થી છે. ઉપરાંત ટીમમાં ગુજરાતથી બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા છે. વર્તમાન વર્લ્ડ કપમાં બે પેસર ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ચાઇનામેન કુલદીપ યાદવ યૂપીથી આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્પોર્ટ્સ / રસેલ, રિંકુ અને ઐયર... 50 કરોડ રૂપિયાના ખેલાડીઓ, પણ પ્રદર્શન ઝીરો! જાણો KKRના આ ખેલાડીઓ વિશે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.