બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / State Transport Minister R C Faldu statement on Motor Vehicle Act
Hiren
Last Updated: 07:25 PM, 21 October 2019
ADVERTISEMENT
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલી જોગવાઈ અનુસાર તમામ વાહનો પર હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) લગાવવી ફરજીયાત છે. રાજ્યમાં જૂના વાહનો પર આ નંબર પ્લેટ લગાવવા માટેની અંતિમ તારીખ 16 ઓક્ટોબર 2019 હતી, પરંતુ નાગરિકોના વધુ પડતા ધસારાને ધ્યાને લઈને નાગરિકોની સગવડતા માટે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકને અંતે રાજ્ય સરકાર દ્વારા આ મુદત 30 ઓક્ટોબર 2019 સુધી લંબાવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે પહેલી નવેમ્બરથી ગુજરાતમાં મોટર વ્હિકલ એક્ટના લાગૂ થઇ જશે.
રાજ્યમંત્રી આર.સી.ફળદુએ જાહેરાત કરી છે કે, મુખ્યમંત્રી રૂપાણીએ આ બાબતે બે વખત 15-15 દિવસની ગુજરાતની જનતાને રાહત આપી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારના નિયમનું પાલન કરવું જરૂરી છે. પરંતુ હવે ભારત સરકારે જે નિર્ણય લીધો છે તેની અમલવારી પહેલી નવેમ્બરથી લાગૂ થઇ જશે. હવે મર્યાદામાં વધારો નહીં કરવામાં આવે.
ADVERTISEMENT
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણા માટે માણસ અગત્યનો છે. માર્ગ અકસ્માતમાં માણસનું મોત થઇ જાય છે તો તેના પરિવારજનો નોંધારા બની જાય છે જે પીડા પોસાય તેમ નથી. તેથી વાહન ચલાવવું છે તેમણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તે માટે ગુજરાતના ભાઇઓને પ્રાર્થના છે કે તેઓ નિયમોનું પાલન કરે. પીયૂસી, હેલ્મેટ વગેરે વસ્તુ સમયસર પ્રાપ્ત કરી લે.
મહત્વનું છે કે, આ નવા સંશોધિત બિલમાં રોડ અકસ્માતોને રોકવા કેટલીક નવી જોગવાઈ કરવામાં આવી છે. સાથે જ ટ્રાફિક નિયમો તોડવા પર દંડને વધારવામાં આવ્યો છે, ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને જેલ પણ મોકલી શકે છે. વાહનો ચલાવવા પર કડક જોગવાઇ રાખવામાં આવી છે. જો કે રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરાયો હતો. આ જોગવાઈમાં સરકારે કેટલાક દંડમાં ફેરફાર કર્યા હતા. કલમ-200 હેઠળ રાજ્ય સરકાર ફેરફાર કરવામાં આવ્યા હતા.
શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ?
ગુનો | નવો દંડ (રાજ્ય સરકાર) | નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડ (કેન્દ્ર સરકાર) |
1. લાઇસન્સ, વીમો, પીયૂસી, RC બુક વગેરે દસ્તાવેજો સાથે ન હોવા પર, PUC કઢાવેલ ન હોવું. | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
2. અડચણ રૂપ પાર્કિંગ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
3. કાચ પર ડાર્ક ફિલ્મ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
4. ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ | પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ |
5. હેલ્મેટ વગર વાહન ચલાવવા પર | 500 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
6. સીટ બેલ્ટ ન બાંધવો | 500 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
7. ત્રિપલ સવારી મોટર સાઇકલ ચલાવવા પર | 100 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
8. ભયજનક ડ્રાઈવિંગ/ રોંગ સાઇડ ડ્રાઇવિંગ | થ્રી વ્હીલર 1500 દંડ એલ.એમ.વી. 3000 દંડ અન્ય 5000 દંડ |
પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
9. ઓવર સ્પીડીંગ | ટૂ, થ્રી વ્હિલર 1500 દંડ ટ્રેક્ટર 1500 દંડ એલ.એમ.વી. 2000 દંડ અન્ય 4000 દંડ |
એલ.એમ.વી. 2000 દંડ એલ.એમ.વી. સિવાય 4000 દંડ |
10. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર | ટૂ વ્હીલર 2000 થ્રી-ફોર વ્હિલર અને તેથી ઉપર 3000 દંડ | 5000નો દંડ |
11. રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવું | ટૂ વ્હીલર 1000, થ્રી વ્હીલર 2000, ફોર વ્હીલર 3000, અન્ય 5000 રૂપિયા દંડ | પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
12. ફીટનેસ વગર વાહન ચલાવવું | થ્રી વ્હીલર 500 અને ફોર વ્હીલર- અન્ય પર 5000 રૂપિયા દંડ | પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
13. પ્રદુષણયુક્ત વાહન ચલાવવું | ટૂ વ્હીલર અને એલ.એમ.વી 1000 અને અન્ય 2000 રૂપિયાનો દંડ | 10000 રૂપિયા દંડ |
14. થર્ડપાર્ટી વિમા વગર વાહન ચલાવવું | 2000 રૂપિયા દંડ | પ્રથમ વખત 2000 અને પછીના ગુનામાં 4000 રૂપિયાનો દંડ |
15. અવાજ પ્રદુષણ કરી વાહન ચલાવવું | 1000 રૂપિયા દંડ | 1000 રૂપિયા દંડ |
16. ખેતીવિષયક કે ઘર વખરી લઇ જવાતા હોય અને તે બહાર નીકળે | રીજીડ ચેસીસ વાહન 1000, ટ્રેઇલર 4000 રૂપિયા દંડ |
20000 રૂપિયા દંડ |
17. જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ કરવી | 5000 રૂપિયા દંડ | પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ |
18. એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાયટિંગ વાહન કે કોઇ અન્ય ઇમરજન્સી વાહનને સાઇડ ન આપે | 1000 રૂપિયા દંડ | 10000 રૂપિયા દંડ |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.