બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વના સમાચાર, જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ જાહેર
Last Updated: 10:58 PM, 12 February 2025
રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. ભરતી માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂના શિક્ષકોનું ફાઈનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ 17 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે. અત્રે જણાવીએ કે, જૂના શિક્ષકોની કામગીરી પૂર્ણ થતા ધોરણ 11-12ના શિક્ષકોની ભરતી થશે
ADVERTISEMENT
અગાઉ શિક્ષકોની ભરતીમાં NOC અંગે જાહેરાત કરાઈ હતી
ADVERTISEMENT
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. અટલે કે, શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે અગાઉ શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત કેડરના બે IAS અધિકારીની LBSNAA સિવિલ સર્વિસીઝ ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી
અગાઉ જૂના શિક્ષકોની ભરતી બાબતે ઠરાવ પસાર કરાયો હતો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જુના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અને ભરતી અંગેની સૂચનાઓ નિયત કરવા ઠરાવ પસાર કરાયો હતો. વિભાગના તા.04/01/2024ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e- file/3/2023/3375/G થી સમિતિની રચના કરવામાં આવેલ હતી. સમિતિએ રજૂ કરેલ ભલામણો સહિતનો અહેવાલ ધ્યાને લઈને જૂના શિક્ષકોની ભરતી કરવા કેટલાક નિયમો બાનવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.