બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / આને કહેવાય અસલી સુપર હીરો! જેઓએ પોતાના જીવની બાજી ખેલીને લોકોને મોતના મુખમાંથી બચાવ્યાં
Last Updated: 04:12 PM, 24 July 2024
પોલીસ જવાને ફસાયેલા વ્યક્તિઓને બચાવ્યા
ADVERTISEMENT
ભરૂચ જીલ્લામાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા પોલીસ જવાને ફસાયેલા વ્યક્તિઓને બચાવ્યા હતા. બે વૃદ્ધ વ્યક્તિઓનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. સાથે સાથે એક યુવકનું પણ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જેમાં ખાટલાને ખભા ઉપર રાખીને લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
માંગરોળના વાંકલ ગામે એનડીઆરએફની ટીમ તૈનાત
સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકામાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાવાનાં દ્રશ્યો સર્જાયા હતા. માંગરોળનાં વાંકલ ગામે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા વાંકલ ગામે રેસ્ક્યુંની કામગીરી હાથ ધરી હતી. વરસાદી પાણી ફરી વળતા એક ઘરનાં સભ્યનુx NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
ફાયર વિભાગે રેસ્ક્યું કરી મહિલાને સુરક્ષીત બહાર કાઢી
સુરતમાં ખાડી પાણીની સમસ્યા વચ્ચે ફાયર વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગર્ભવતી મહિલાને રેસ્ક્યું કરી ગીતા નગરમાં પ્રથમ માળે ફસાયેલી મહિલાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ગત રોજ ખાડીપુરના પાણી વચ્ચે મહિલા ઘરમાં ફસાઈ હતી. ઘરમાં ઘુંટણ સમા પાણીમાં ગર્ભવતી મહિલા ફસાઈ હતી. સબંધીને જાણ કરતા ફાયર વિભાગે સ્થળ પર પહોંચી સુરક્ષીત રેસ્ક્યું કરી બહાર કાઢી હતી.
15થી 17 લોકોને ફાયર બોટમાં બેસાડી સ્થળાંતર
સુરત જિલ્લામાં અવિરત વરસાદને પગલે બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્રએ ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી છે. બારડોલી ફાયર ટીમે પાણીમાં 30થી 35 લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી છે. હાલ ફસાયેલાં 15થી 17 લોકોને ફાયર બોટમાં બેસાડી સ્થળાંતર કરાવાની ફરજ પડી છે.
મહીલા સહિત અન્ય 9 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યુ
દ્વારકાનાં ધડેતી ગામમાં NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ધડેચી ગામનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા 9 લોકો ફસાયા હતા. ફસાયેલા 9 લોકોને NDRF ની ટીમે રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે મહિલા સહિત અન્ય 9 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
વરસાદને લઈ રોડ પણ પાણી ફરી વળ્યા
સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને લઈ રોડ પર પાણી ફરી વળ્યા હતા. કિમથી માંડવીને જોડતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તડકેશ્વર ગામે રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ભરાયા હતા. ભારે વરસાદને કારણે ગ્રામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.