બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે આ જિલ્લાઓમાં અપાશે સહાય, જુઓ કેટલી

ગુડ ન્યૂઝ / પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે આ જિલ્લાઓમાં અપાશે સહાય, જુઓ કેટલી

Last Updated: 04:14 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન તકનીકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ. 5000ની સહાય આપશે

ગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પશુઓમાં ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન (IVF) તકનીક થકી સફળ ગર્ભધારણ કરાવતા પશુપાલકોને રૂ.5000 સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, પશુ સંવર્ધન થકી દૂધ ઉત્પાદનમાં ટકાઉ રીતે વધારો મેળવવા માટે ગુજરાત સરકાર અદ્યતન ટેકનોલોજીને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે. સેક્સડ સીમન ડોઝની જેમ જ ગુજરાત સરકાર દ્વારા હવે IVF કરાવતા પશુ માટે પણ રૂ.5000 સહાય આપવામાં આવશે. પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહાય આપવામાં આવશે. આગામી સમયમાં અન્ય જિલ્લાઓમાં પણ માંગને અને જરૂરિયાત પ્રમાણે યોજનાનું વિસ્તરણ કરવામાં આવશે.

IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂ.5000ની સહાય આપશે

પશુપાલન મંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા “રાષ્ટ્રીય ગોકુલ મિશન” અંતર્ગત IVF ટેકનોલોજીના ઉપયોગ થકી પશુઓમાં સફળ ગર્ભધારણ થયું હોય તેવા પશુપાલકોને IVF માટે થતાં રૂ.24,780 ખર્ચ સામે ભારત સરકાર દ્વારા રૂ.5000 સહાય આપવામાં આવે છે. ભારત સરકારની યોજના હેઠળ લાભ મેળવી રહેલા આવા સભાસદ પશુપાલકોને રાજ્યના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા રૂ.4,890 તેમજ GCMMF દ્વારા રૂ.4,890 સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકારના સહાય આપવાના આ મહત્વપૂર્ણ નિર્ણયથી IVફ ટેકનોલોજીની મદદથી સફળ ગર્ભધારણ કરતા પશુ માટે પશુપાલકને થતા રૂ.24,780 ખર્ચ સામે ભારત સરકાર, ગુજરાત સરકાર, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેમજ GCMMF તરફથી કુલ રૂ.19,780 સહાય મળશે. પરિણામે પશુપાલકને IVF ટેકનોલોજીના ઉપયોગ માટે પશુ દીઠ માત્ર રૂ.5,000નો જ ખર્ચ થશે. સાથે જ, ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ થશે, તેમ મંત્રી પટેલે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: CCTV: સુરતમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર! 5 યુવાનો હવામાં ફંગોળાયાં

PROMOTIONAL 11

પશુપાલકોની આવકમાં વધારો થશે

પશુપાલન મંત્રીશ્રીએ IVF ટેકનોલોજીના લાભ અંગે વાત કરતા કહ્યું હતું કે, સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. પરંતુ ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દૂધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી અંદાજે 12 થી 20 જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. IVF ટેકનોલોજીમાં ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુઓમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં તેનું ફલીનીકરણ કરવામાં આવે છે તેમજ તેમાંથી મળેલા ભ્રુણને સામાન્ય રીસીપીયન્ટ માદા પશુમાં પ્રત્યારોપીત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય છે. વધુ દૂધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓનો જન્મ થતા પશુપાલકોની આવકમાં પણ વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vitro Fertilization Technique Gujarat Govt Decision IVF Conception
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ