બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુપાલકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી ઘટાડી, જુઓ કેટલી

જાણી વો / પશુપાલકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી ઘટાડી, જુઓ કેટલી

Last Updated: 07:00 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: રાજ્યની સંસ્થાઓ ખાતે સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાનની ફી રૂ.300થી ઘટાડીને રૂ.50 કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા "સોડમ પુરાતન પાંચાળની" થીમ સાથે તરણેતર લોકમેળા 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા તરણેતરના મેળાની મુલાકાત લીધી હતી.

'300થી ઘટાડીને રૂ.50 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય'

તરણેતર પધાર્યા બાદ મંત્રીઓએ સૌ પ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવ પૂજન કર્યું હતું તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે બંને મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે પશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને ઈનામ એનાયત કરાયા હતા. આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે કહ્યું હતું કે, રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ.300થી ઘટાડીને રૂ.50 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત પાટણ ખાતે અત્યાધુનિક વીર્ય ઉત્પાદન સ્ટેશન (સીમેન સ્ટેશન)ની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેનો સર્વે પશુપાલકોને લાભ લેવા મંત્રીએ અપીલ કરી હતી.

મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું ?

આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ભારે વરસાદના ભયના વચ્ચે પણ મેળાના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી પાંચમ સુધી યોજાનારા આ વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો લહાવો લેવા 1.50 લાખથી વધારે લોકો સમગ્ર રાજ્ય અને દેશમાંથી મુલાકાત કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરણેતરના લોકમેળામાં વર્ષ 2008થી પશુ પ્રદર્શન સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. જેનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી પશુ પ્રદર્શન સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં વિજેતા લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુનિયામાં સૌથી વધુ પશુધન આપણા દેશમાં છે. જેનો દેશના અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનો ફાળો છે. પશુપાલકોને ઘર આંગણે વિવિધ યોજનાઓ અંતર્ગત સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 2002થી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 81,200 પશુ આરોગ્ય મેળાઓ યોજી 3 કરોડ 26 લાખથી વધારે પશુઓની સારવાર કરવામાં આવી છે, જેનો 48 લાખથી વધારે પશુપાલકોએ લાભ લીધો છે. રાજ્યમાં 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યા છે. 760 મોબાઈલ પશુધન વાનથી સમગ્ર રાજ્યને સાંકળી લેવામાં આવ્યું છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન અને વનવિભાગ દ્વારા 65 હજારથી વધારે પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના શહેરી 37 કરુણા એમબ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે.

'આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ'

આ તકે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, તરણેતરનો મેળો એ આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ છે. પાંચાળની પ્રાદેશિક વિશેષતાઓનો ઉલ્લેખ કરતા તેમને કહ્યું હતું કે, મેળા - ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિ છે. દેશ, રાજ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકમેળાની આગવી પરંપરા છે, જેને વર્ષોથી દરેક વિસ્તારમાં સ્થાનિક લોકોએ જાળવી રાખી છે. આપણી સંસ્કૃતિ અને વિરાસતના વિકાસની સાથે તેને પ્રોત્સાહન આપીને તેમાં પ્રાણ પૂરવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આપણા રાજ્યમાં દર વર્ષે યોજાતા આ લોકમેળા બદલાતા સમયની સાથે વધુ લોકભોગ્ય અને સફળ કઈ રીતે બને તેના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સતત પ્રયત્નશીલ છે. વર્તમાન સમયમાં યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ રમત ગમત વિભાગ દ્વારા મેળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે, તો તરણેતરના મેળામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન પણ યોજાય છે.

તરણેતરના મેળાનું ધાર્મિક મહત્વ તેમજ માધવપુરના મેળા, જૂનાગઢના ભવનાથના મેળાની વિશેષતાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આ સાથે કહ્યું હતું કે, હવે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે, ત્યારે પર્યાવરણના જતન માટે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટની નીતિ સાથે, આ મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વન અને પર્યાવરણ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. લોકમેળાની આપણી પરંપરાને લોકોએ જાળવી રાખી છે, ત્યારે રાજ્ય સરકાર પણ તેના જતન અને સંવર્ધન માટે કાર્ય કરી રહી છે.

પશુ પ્રદર્શનના વિજેતાઓને અપાયા ઈનામ

તરણેતરના મેળામાં આયોજિત પશુ પ્રદર્શનના વિજેતા સ્પર્ધકોને આજે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી.

આ પણ વાંચો: નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે કારના બોનેટ પર બેસી જિંદગી બચાવવા જહેમત, જુઓ ડરામણો વીડિયો

PROMOTIONAL 12

જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા 50 હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarnetar Lok Mela 2024 Seaman Dose Raghavji Patel Statement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ