Team VTV10:43 PM, 03 Feb 20
| Updated: 10:46 PM, 03 Feb 20
કેરળ સરકારે કોરોના વાયરસને તેના રાજ્યમાં રાજ્યની આપત્તિ જાહેર કરી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ સોમવારે સાંજે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પિનરાય વિજયનની સૂચનાથી તેની જાહેરાત કરવામાં આવી છે. અલાપ્પુઝા એનઆઈવીમાં પણ આ રોગની તપાસ શરૂ કરવામાં આવી છે.
કેરળમાં કોરોના વાયરસને લઈ તંત્ર અલર્ટ
કોરોનાના 3 કેસ નોંધાતા રાજકીય સંકટ જાહેર
કેરળ સરકારે રાજકીય સંકટની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, તમામ જિલ્લાઓને આ અંગે અસરકારક પગલા ભરવા સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વુહાનથી પરત ફરનારા તમામ લોકોની એક યાદી બનાવી રહી છે. આ માટે ઇમિગ્રેશન વિભાગનો સંપર્ક કરવાની તૈયારી છે. દરેક શંકાસ્પદ દર્દીની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
કોરોના વાયરસની તપાસ કરતા ડોક્ટરની પ્રતિકાત્મક તસવીર
સોમવારે કેરળમાં એક વ્યક્તિને કોરોના વાયરસ ટેસ્ટ પોઝીટિવ આવ્યો
આપને જણાવી દઇએ કે, સોમવારે કેરળના એક વ્યક્તિને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ તે વ્યક્તિએ ચાઇનાનો પ્રવાસ કર્યો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે વ્યક્તિમાં નોવેલ કોરોના વાયરસ પોઝીટીવ જોવા મળ્યા છે. હાલ દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવેલ છે. જેમાં દર્દીની સ્થિતિ સ્થિર છે. આરોગ્ય ટીમ દર્દી પર ખાસ નજર રાખી રહી છે.
કોરોનાની વાસ્તવિક તસવીર આવી સામે
કોરોનાની માઇક્રોસ્કોપ દ્વારા લેવાયેલી તસવીર
કોરોના વાયરસથી ચીનમાં કહેર સર્જાયો છે અને અત્યાર સુધી આ ખતરનાક વાયરસ ત્યાં ત્રણસોથી વધુ લોકોનાં મોત નીપજ્યા છે જ્યારે ઘણા લોકોની હાલત ગંભીર છે. આખું વિશ્વ આ વાયરસથી ભયભીત છે અને વૈજ્ઞાનિકો તેની રસીની શોધમાં રાત-દિવસ ડૂબ્યા છે. ત્યારે હવે ખૂબ જ ખતરનાક કોરોના વાયરસની વાસ્તવિક તસવીર પણ માઇક્રોસ્કોપ દ્વારા દુનિયા સામે આવી છે, જે લોકોને આશ્ચર્યજનક બનાવે છે.
કોરાના વાયરસે દુનિયાભરમાં મચાવ્યો હાહાકાર
ચીનનના વૂહાનથી ફેલાય રહેલો કોરોના વાયરે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતે કોરોના વાયરસથી પ્રભાવિત વુહાન શહેરમાંથી રવિવારે 323 ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને લઇને એર ઇન્ડિયાનું બીજુ વિમાન દિલ્હી પહોંચી ગયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં ત્યાંથી 654 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યાં છે.
શું છે નોવેલકોરોનાવાયરસ ? (2019 Novel Coronavirus)
2019માં નોવેલ કોરોનાવાયરલને 2019-nCoV નું પણ નામ આપવામાં આવ્યું છે. આ વાયરસ પ્રથમ વખત ચીનના વુહાન શહેરમાં ફેલાયો હતો. આ વાયરસના નામમાં નોવેલ લગાવવામાં આવ્યું છે કેમકે આ પહેલા તે ક્યારેય જોવા મળ્યો નથી.
કોરોના વાયરસના લક્ષણો
વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો
તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી
માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ
આ રોગના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે છે.
કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે શું ધ્યાન રાખવું
રોગના અટકાવ અને શનયાંત્રણ માટે સીઝનલ ફ્લુની જેમ દદીને આઈસોલેશનમાાં રાખવો
પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો
વારાંવાર સાબુથી હાથ ધોવા
હસ્ટતધૂનનના બદલે નમસ્ટકારથી અશભવાદન કરવું
ભીડભાડ વાળી જગ્યાએ ન જવુાં વગેરે જેવી તકેદારી રાખવી
વય પ્રમાણે ગરમ પાણી પીવું
તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળો
ગળાને શુષ્ક ન પડવા દો
ડબ્લ્યુએચઓએ અત્યાર સુધીમાં છ વખત ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે
કોરોના વાઈરસને ‘ગ્લોબલ ઈમર્જન્સી’ જાહેર કરવામાં આવ્યા બાદ વાઈરસ સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નો વધારવામાં આવ્યા છે. વાઈરસ વધારે દેશોમાં ન ફેલાય તે માટે ડબ્લ્યુએચઓ દરેક દેશ સાથે વાતચીત કરીને આગામી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓએ અત્યાર સુધીમાં છ વખત ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરી છે. વર્ષ ૨૦૦૭માં ચીનમાં સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (સાર્સ) ફેલાયા બાદ પહેલીવાર ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ત્યારપછી વર્ષ ૨૦૦૯માં સ્વાઈન ફ્લૂના કારણે, ૨૦૧૪માં પોલિયો, ૨૦૧૪ અને ૨૦૧૯માં ઈબોલા અને ૨૦૧૬માં ઝીકા વાઈરસ ફેલાયા બાદ ગ્લોબલ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.