state bank of india get your cheque book delivered to any address of your choice
સુવિધા /
SBIએ તેના કરોડો ગ્રાહકોને આપી જબરદસ્ત સુવિધા, હવે કોઈપણ એડ્રેસ પર મંગાવી શકાશે તમારી ચેક બુક
Team VTV02:50 PM, 19 Nov 20
| Updated: 03:05 PM, 19 Nov 20
દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ)એ તેના કરોડો ગ્રાહકોને મોટી સુવિધા આપી છે. આ સુવિધા અંતર્ગત ગ્રાહકો હવે કોઈપણ એડ્રેસ પર તેમની ચેકબુક મંગાવી શકે છે. અત્યાર સુધી બેંકો માત્ર એ જ એડ્રેસ પર ચેકબુક મોકલતી હતી કે જે બેંકમાં રજિસ્ટર્ડ હોય. હવે એસબીઆઈના ગ્રાહકોને આ સુવિધાને કારણે બેંકમાં જવાની જરૂર નહીં પડે. ચાલો જાણી લો ઘરે બેઠા કોઈપણ એડ્રેસ પર કઈ રીતે ચેકબુક મંગાવવી.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને મોટી સુવિધા આપી
એસબીઆઈના ગ્રાહકો હવે કોઈપણ એડ્રેસ પર તેમની ચેકબુક મંગાવી શકે છે
કોઈપણ એડ્રેસ પર ચેકબુક મેળવવા માટે સૌથી પહેલાં ઈન્ટરનેટ બેંકિંગ પર લોગ-ઈન કરવું પડશે.
એકવાર લોગ ઇન કર્યા બાદ ગ્રાહકે રિક્વેસ્ટ અને ઈન્ક્વાયરી ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
અહીં તમને ચેકબુક રિક્વેસ્ટનો વિકલ્પ મળશે, જેને ક્લિક કરવું પડશે.
ક્લિક કર્યા પછી એક ફોર્મ ખુલશે, જેમાં તમારે તમારો એકાઉન્ટ નંબર અને અન્ય માહિતી ભરવાની રહેશે.
બધી માહિતી ભર્યા પછી એક અન્ય પેજ ઓપન થશે, જેમાં તમારે તમારું નામ અને સરનામું ભરવાનું રહેશે.
અહીં તમારે એ જ સરનામું ભરવું, જ્યાં તમારે ચેકબુક મંગાવવી છે. પછી ફોર્મ ભરીને સબમિટ કરો.
અગાઉ, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બેંકે ડોરસ્ટેપ એટીએમ સેવા શરૂ કરી હતી. હવે સર્વિસ હેઠળ હવે ગ્રાહકોએ પૈસા ઉપાડવા માટે એટીએમ કે બેંક જવાની જરૂર નહીં પડે. હવે તમારા એક કોલ પર એટીએમ પોતે તમારા દરવાજા સુધી પહોંચશે. આ સુવિધા માટે તમારે એસબીઆઈને વોટ્સએપ મેસેજ અથવા કોલ કરવો પડશે અને એક મોબાઈલ એટીએમ તમારા જણાવેલા લોકેશન પર આવી જશે.
તેના માટે એસબીઆઇએ બે નંબર (7052911911 અને 7760529264) જારી કર્યા છે. ઉપરના નંબરો પર તમે કોલ કરો અથવા વોટ્સએપ મેસેજ કરો, થોડાં સમયમાં એટીએમ મશીન તમારા દરવાજે પહોંચી જશે. હાલ એસબીઆઈએ ડોરસ્ટેપ એટીએમની સર્વિસ ઉત્તર પ્રદેશ (યુપી)ની રાજધાની લખનઉમાં શરૂ કરી છે.