બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, આજે રાજ્યના 226 તાલુકામાં વરસાદી રમઝટ
Last Updated: 09:47 PM, 3 August 2024
આજે રાજ્યના 226 તાલુકામાં વરસાદ વરસ્યો, સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધીમાં 226 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ કપરાડામાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે
ADVERTISEMENT
226 તાલુકાઓમાં વરસાદ
ADVERTISEMENT
રાજ્યમાં સવારે 6 થી સાંજના 8 વાગ્યા સુધી 226 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કપરાડામાં સવા 4 ઈંચ, ડોલવણમાં પોણા 4 ઈંચ અને વાંસદામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 3.5 ઈંચ, વઘઈમાં 3.5 ઈંચ તેમજ ખેરગામમાં 3.5 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.
કયાં કેટલો વરસાદ નોંધાયો ?
આહવામાં 2.5 ઈંચ, પારડીમાં 2.5, વાલોડમાં 2.5 ઈંચ તેમજ વલસાડામાં સવા 2 ઈંચ તેમજ વાપીમાં સવા 2 ઈંચ, ગણદેવીમાં સવા 2 ઈંચ તેમજ વિજયનગરમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં સવા 2 ઈંચ, સુબિરમાં સવા 2 ઈંચ તેમજ વ્યારામાં સવા 2 ઈંચ અને વિરપુરમાં 2 ઈંચ, પાદરામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
મહીસાગરમાં બપોર બાદ વરસ્યો વરસાદ
મહીસાગરમાં બપોર બાદ વરસ્યો વરસાદ, લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર સહિત બાલાસિનોરમાં વરસ્યો વરસાદ.
મહેસાણામાં જામ્યો વરસાદી માહોલ
મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. ઉંઝા શહેરમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. જો કે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે
આ પણ વાંચો: ગુજરાત પોલીસની વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઇવ, 343 આરોપીની અટકાયત
મહેમદાવાદમાં પવન સાથે વરસાદ
ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મહેમદાવાદમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે. ખાત્રજ, છાપરા, નેનપુર, અરેરી, સણસોલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.