સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે 2021માં એકવાર ભૂખમરાની સ્થિતિ ઝડપથી ફેલાઈ શકે છે. વિકાસશીલ દેશથી લઈને વિકસિત દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થવાના કારણે આ સ્થિતિનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. કોરોનાના કારણે 2021માં લોકોની પાસે ધન ખુટી જશે અને ધન ખૂટી જવાના કારણે ભૂખમરો પણ ઝડપથી ફેલાશે.
વિશ્વ આખુ ભૂખમરાની કગાર પર
કોરોનાથી ફેલાઈ શકે ભૂખમરો
2021માં લોકો પાસે ખૂટી જશે ધન
ડેવિડ બીસ્લેએ વિશ્વભરના દેશોને મોટી ચેતવણી આપી છે. તેઓએ કહ્યં છે કે અત્યારે વિશ્વ આખું ભૂખમરાની કગાર પર છે. યોગ્ય સમયે પગલાં લેવામાં નહીં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે. બીસ્લેએ કોરોનાની શરૂઆત થઈ ત્યારે જ ચેતવણી આપી હતી કે આ મહામારીના કારણે દેશમાં ભૂખમરો આવી શકે છે અને હવે ફરીથી આવી રહેલા લોકડાઉન અને કર્ફ્યૂને લઈને ચેતવણી આપવામાં આવી રહી છે.
શા માટે ચેતવણી આપી રહ્યા છે વિશેષજ્ઞો
કોરોના મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તેના પ્રકોપના કારણે જમા રકમ પણ ખૂટી પડી છે. તેના કારણે અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકોની નોકરીઓ ખોવાઈ છે અને સાથે નાના મોટા કામ કરનારા લોકોના ધંધા ચોપટ થયા છે. કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તે લંબાય તેવી શક્યતાઓ પણ છે. તેનાથી નક્કી છે કે લોકો પાસે કામ નહીં હોય. કામ નહીં હોય તો રૂપિયા પણ નહીં આવે અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાશે.