બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / બિઝનેસ / start your own business with railways you will become rich just have to do this work

તમારા કામનું / ભારતીય રેલ્વે સાથે ઘરે બેઠા કરો હજારો રૂપિયાની કમાણી, વાંચીને કહેશો કે આ તો સરસ લાયા બાકી

ParthB

Last Updated: 06:56 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ બિઝનેસ શરૂ કરીને તમે ઘણી કમાણી કરી શકશો. સૌથી અદ્ભુત વાત એ છે કે તમે આ બિઝનેસ ભારતીય રેલ્વે સાથે કરશો.

  • IRCTCની મદદથી દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો
  • IRCTCના એજન્ટ બનવા માટે કેટલીક ફી પણ ચૂકવવી પડે છે.
  • ટિકિટ બુક કરાવવા પર  IRCTC તરફથી નોંધપાત્ર કમિશન મળે છે

IRCTCની મદદથી દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છોઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન એટલે કે IRCTC એ રેલ્વેની સેવા છે. આના દ્વારા, ટ્રેન ટિકિટ બુકિંગથી લઈને અન્ય ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે તમે IRCTCની મદદથી દર મહિને હજારો રૂપિયા કમાઈ શકો છો. આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા આવક કરી શકશો. આ માટે તમારે માત્ર ટિકિટ એજન્ટ બનવું પડશે. તેના બદલામાં તમે દર મહિને 80 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકશો.

ટિકિટ બુક કરાવવા પર  IRCTC તરફથી નોંધપાત્ર કમિશન મળે છે

જે રીતે  રેલવે કાઉન્ટર પર ક્લાર્ક ટિકિટ કાપે છે, તેમ તમારે મુસાફરોની ટિકિટ પણ કાપીને આપવી પડશે. ઓનલાઈન ટિકિટ કાપવા માટે, તમારે IRCTCની વેબસાઈટ પર જઈને એજન્ટ બનવા માટે અરજી કરવી પડશે. તે પછી તમે અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનશો અને ઘરે બેઠા જ મોટી કમાણી કરી શકશો. જો તમે IRCTCના અધિકૃત ટિકિટ બુકિંગ એજન્ટ બનો છો, તો તમે તત્કાલ, RAC વગેરે સહિત તમામ પ્રકારની ટ્રેન ટિકિટ બુક કરી શકો છો. ટિકિટ બુક કરાવવા પર એજન્ટોને IRCTC તરફથી નોંધપાત્ર કમિશન મળે છે. જો તમે એજન્ટ છો અને પેસેન્જર માટે નોન એસી કોચની ટિકિટ બુક કરાવો છો, તો તમને આઈઆરટીસી તરફથી એસી ક્લાસની ટિકિટ બુક કરાવવા પર ટિકિટ દીઠ 20 રૂપિયા અને ટિકિટ દીઠ 40 રૂપિયાનું કમિશન મળશેય આ સિવાય ટિકિટની કિંમતનો એક ટકા પણ એજન્ટને આપવામાં આવે છે.

 IRCTCના એજન્ટ બનવા માટે કેટલીક ફી પણ ચૂકવવી પડે છે.

એક વર્ષ માટે એજન્ટ બનવા માટે IRCTCને 3999 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જો તમે બેવર્ષ માટે એજન્ટ બનવા માંગો છો, તો તમારે 6999 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત એજન્ટ તરીકે એક મહિનામાં 100 ટિકિટ બુક કરાવવા પર ટિકિટ દીઠ 10 રૂપિયા ફી ચૂકવવામાં આવશે, જ્યારે મહિનામાં 101 થી 300 ટિકિટ બુક કરાવવા પર ટિકિચ દીઠ 8 રૂપિયા અને 300થી વધુ ટિકિટ બુક કરાવવા પર ટિકિટ દીઠ રૂ.મહિને રૂ.ફી ભરવાની રહેશે. ટિકિટની ફી રૂ. 5 ચૂકવવી પડશે.

IRCTCનો એજન્ટ એક મહિનામાં ગમે તેટલી ટિકિટ બુક કરાવી શકે છે. 

તમને જણાવી દઈએ કે, IRCTCના એજન્ટ બનવાનો બીજો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં ટિકિટ બુક કરવાની કોઈ મર્યાદા નથી. તમે એક મહિનામાં ગમે તેટલી ટિકિટ બુક કરાવી શકો છો. આ સિવાય 15 મિનિટમાં તત્કાલ ટિકિટ બુક કરવાનો વિકલ્પ પણ છે. એટલું જ નહીં, તમે એજન્ટ બનીને ટ્રેન સિવાય પણ એર ટિકિટ બુક કરાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ