બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / Start your own business with help of indian government

ફાયદો / દર વર્ષે 9 લાખ રૂપિયાનો નફો જોઇતો હોય તો શરૂ કરો આ બિઝનેસ, સરકાર આપે છે સબસિડી

Kinjari

Last Updated: 01:24 PM, 16 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં વધતા પ્રદૂષણને લઇને ભારત સરકારે પ્લાસ્ટિક બૅન કરી દીધુ છે. ત્યારે કેટલાક બિઝનેસ તેવા છે જેને તમે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી શકો અને વર્ષે અઢળક કમાણી કરી શકો.

  • આ બિઝનેસથી કમાઓ નફો 
  • પ્લાસ્ટિક બૅનનો ઉઠાવો ફાયદો 
  • સબસિડી મેળવીને લાખો કમાઓ

અત્યારના સમયમાં પેપર કપનો બિઝનેસ સૌથી વધારે પોપ્યુલર અને ડિમાન્ડમાં છે. દરેક જગ્યાએ પ્લાસ્ટિકના કપમાં ચા આપવામાં આવતી હતી હવે તે જગ્યાઓએ પેપરના કપ ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી પેપરકપની ડિમાન્ડ વધી ગઇ છે, જો તમે પણ બિઝનેસ શરૂ કરો છો તો તે સફળ જ થઇ જશે. 

સરકારે કર્યો રિપોર્ટ તૈયાર 
કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં કેટલું બજેટ જોઇશે અને શું ફાયદા થશે તે દરેક વસ્તુની જાણકારી આપવામાં આવી છે. 

કેટલી જોઇશે જમીન
આ બીઝનેસ માટે તમારે 500 વર્ગફીટની જરૂર પડશે. મશીનરી, ઇક્વિપમેન્ટ તેમજ ફર્નીચર, ડાઇ વગેરેના ખર્ચા માટે 10.70 લાખ રૂપિયા. 

વર્કર્સને આપવાની સેલેરી 
જો તમે સ્કિલ્ડ અને અનસ્ક્લિ્ડ બંને પ્રકારના કારીગર રાખો છો તો તમારે લગભગ 35000 રૂપિયા મહિને ખર્ચો થશે. 

રૉ મટેરિયલ 
3.75 લાખ રૂપિયા તમારે રૉ મટેરિયલનો ખર્ચ થશે. 

યુટીલિટીઝ પર ખર્ચ 
યુટીલિટીઝ પર 6000 રૂપિયા ખર્ચ થશે. 

અન્ય ખર્ચ 
આ બધા સિવાયનો અન્ય ખર્ચ 20,500 રૂપિયા થશે. 

કેટલો થશે નફો 
જો તમારો બિઝનેસ શરૂ થઇ ગયો છે તો વર્ષના 300 દિવસ કામ કરો છો તો તમે 300 દિવસમાં 2.20 કરોડ યુનિટ પેપર કપ તૈયાર કરી શકો છો. તે સિવાય તમે પ્રતિ કપ કે ગ્લાસને 30 પૈસામાં વેચી શકો છો. 

સરકાર કરશે મદદ 
કેન્દ્ર સરકાર મુદ્રા લોન તરફથી આ બિઝનેસમાં મદદ કરશે. મુદ્રા લોન હેઠળ સબસિડી આપશે. 75 ટકો લોન સરકાર આપશે, જ્યારે 25 ટકા તમારે ઇનવેસ્ટ કરવું પડશે. 

ક્યાં મળે છે મશીન 
કાગળના કપ બનાવવાનું મશીન દિલ્હી, હૈદરાબાદ આગ્રા તેમજ અમદાવાદના કેટલાક શહેરોમાં મળે છે. આ મશીન તૈયાર કરવાનું કામ એન્જીનીયરિંગ વર્ક કરનાર કંપનીઓ કરે છે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

નફો પ્લાસ્ટિક બિઝનેસ સબસિડી business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ