વરસાદમાં શરૂ કરો આ બિઝનેસ, દરરોજ કમાશો 5-10 હજાર રૂપિયા

By : krupamehta 04:50 PM, 10 June 2018 | Updated : 04:54 PM, 10 June 2018
ભારતમાં હવે મેઘરાજાએ પધરામણી કરી દીધી છે. જૂન મહિનાના અંત સુધીમાં દેશના દરેક હિસ્સામાં વરસાદ શરૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે વરસાદની સિઝનમાં છત્રી, રેઇનકોટ, સ્કૂલબેગની ડિમાન્ડ સૌથી વધારે હોય છે. તમે પણ આ સિઝનમાં આ નાના મોટા ધંધા કરીને ઠીક ઠાક કમાણી કરી શકો છે. આ કારોબાર 10 થી 25 હજાર રૂપિયાની શરૂઆત ખર્ચથી શરૂ કરી શકાય છે. આ ધંધાને પછી ઝડપથી આગળ વધારી શકાય છે. 

રેઇનકોટ, છત્રીના ધંધાની શરૂઆત 5000 રૂપિયાના ખર્ચથી થાય છે. એમાં દરેક પીસ પર 20 થી 25 ટકા માર્જિન મળે છે. રેઇનકોટ, છત્રી, મોસ્કિટોનેટ, રબડ શૂઝની ડિમાન્ડ વરસાદની સિઝનમાં સૌથી વધારે થાય છે. તમે જથ્થાબંધ માર્કેટમાંથી આ સામાન ખરીદીની લોકલ માર્કેટમાં વેચીને સારો પ્રોફીટ કમાઇ શકો છો. તમે આ સામાન સીધો મેન્યુફેક્ચર્સ પાસેથી પણ ખરીદી શકો છો. મેન્યુફેક્ચર્સની જાણકારી તમને વેબસાઇટ પર મળી જશે. 

રેઇનકોટ, મોસ્કિટોનેટ જેવા સામાન ઘર પર પણ બનાવી શકાય છે. જો તમને સિલાઇનો શોખ છે તો જથ્થાબંધ બજારથી સામાન ખરીદીને ઘરે પણ એને તૈયાર કરી શકો છો. તમારે આ સામાન લોકલ માર્કેટમાં વેચવા પર 20 25 ટકાનું પ્રોફિટ માર્જિન આરામથી મળી જશે. આ કારોબારની શરૂઆત 5000 રૂપિયાના રોકાણથી કરી શકાય છે. 

આ જગ્યાએથી ખરીદો કાચો માલ
જો તમે દિલ્હી અથવા એની આસપાસના વિસ્તારમાં રહો છો તો અહીંનું જથ્થબંધ માર્કેટ જેમ કે સદર બજાર, ચાંદની ચોકથી ઓછી કિંમતમાં આ સામાન ખરીદી શકો છો. જો દિલ્હીની બહાર રહો છો તો તમારા શહેરના જથ્થાબંધ માર્કેટથી આ સામાન ખરીદી શકો છો. Recent Story

Popular Story