CM વિજય રૂપાણી દ્વારા ગ્રામ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

By : krupamehta 09:34 AM, 14 June 2018 | Updated : 09:49 AM, 14 June 2018
ગાંધીનગર: રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાબરકાંઠાના લાંબડિયાથી પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આજથી 2 દિવસ ગ્રામ્ય કક્ષાનો પ્રવશોત્સવ યોજાશે જ્યારે 22 અને 23 જૂને શહેરી કક્ષાના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે.. 

સરકારના અલગ અલગ મંત્રીઓ પણ રાજ્યની વિવિધ શાળાઓમાં જઈ પ્રવેશોત્સવમાં જોડાશે. સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં જોડાશે. આ વર્ષે 32780 પ્રાથમિક, 1123 સરકારી માધ્યમિક અને 5157 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાવાનો છે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2002-2003થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યના તમામ મંત્રીઓ, બોર્ડ નિગમના અધિકારીઓ, આઈપીએસ, આઈએએસ, આઈએફએસના અધિકારીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાઈને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે. રાજ્ય સરકારે આ વખતે પ્રાથમિક શાળા ઉતરાંત ધોરણ-9માં પ્રવેશતા વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ હાથ ધર્યો છે. 
 Recent Story

Popular Story