પ્રવાસીઓ માટે ખુશી સમાચાર, ગાંધીધામ રેલ્વે સ્ટેશનેથી નવી ટ્રેનને લીલી ઝંડી 

By : hiren joshi 04:00 PM, 05 July 2018 | Updated : 04:00 PM, 05 July 2018
ગાંધીધામઃ રેલવે રાજ્યમંત્રી રાજેન ગોહાંઈ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ગાંધીધામ રેલ્વે સ્ટેશને લીલી ઝંડી ફરકાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે, રેલવે રાજ્યમંત્રી ગોહાંઈએ ગાંધીધામ રેલ્વે મથકના વિકાસ સહિતના મુદ્દે વિવિધ આયોજન હોવાનું જણાવ્યું હતું.

તેમણે કંડલાથી રેલ્વેની વિશેષ ટ્રેન સેવા કોન્કોર શરૂ કરવા વિચારણા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસની સાથે હમસફર એક્સપ્રેસ પણ ભારતના સૌથી સુંદર ટ્રેન માર્ગ પૈકીના એક કોંકણ રેલવે અને માલાબાર કાંઠા થઈને દોડશે.

મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાંથી પસાર થઈ આ ટ્રેન તામિલનાડુ પહોંચશે. એકબાજુ અરબ સાગર અને બીજી બાજુ પશ્ચિમઘાટ વચ્ચે થતી મુસાફરી કારણે આ રૂટ પર મુસાફરી એક વિશેષ જ અનુભવ હોય છે.

આ સાથે જ ટ્રેનને અત્યાધુનિક સુવિધાથી સજ્જ કરવામા આવી છે. રેલયાત્રી માટે નવી હમસફર એક્ષપ્રેસની મુસાફરી યાદગાર બની રહે તે દિશામાં રેલવે મંત્રાલય પૂરતા પ્રયત્નો કર્યા છે. આ ટ્રેનમાં થ્રી ટાયર એસી કોચ અને પેન્ટ્રીકારની સુવિધા હશે.

આ ટ્રેનને અમદાવાદ, વડોદરા, સુરત વસઇ રોડ, પનવેલ સહિતના સ્ટેશનોને સ્ટોપ આપવામાં આવ્યા છે.Recent Story

Popular Story