બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: CM ભૂપેન્દ્ર પટેલ રમ્યા ક્રિકેટ, મનપાની ટીમો વચ્ચે ટૂર્નામેન્ટની કરાવી શરૂઆત
Last Updated: 05:43 PM, 5 February 2025
રાજ્યની અલગ-અલગ મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટ નામથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ ટૂર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. ટુર્નામેન્ટમાં 6 મેયરની ટીમ અને 8 કમિશ્નર ટીમ એમ કુલ 14 ટીમો ભાગ લઈ રહી છે. ગાંધીનગરમાં 5 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે.
ADVERTISEMENT
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, રાજ્યની 6 મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને 8 કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. આઇ.આઇ.ટી. (ITI) ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તારીખ 5 ફેબ્રુઆરી થી 9મી ફેબ્રુઆરી, 2025 દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો પરત આવ્યા, બ્રિટિશ હાઈ કમિશનના પૂર્વ પોલિટિકલ એડવાઈઝરે આપી સલાહ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.