બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Start Junior Clerk Preparation: IPS Hasmukh Patel Gives Biggest Update, Know When
Priyakant
Last Updated: 02:23 PM, 6 February 2023
ADVERTISEMENT
ગુજરાતમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે IPS હસમુખ પટેલને જવાબદારી સોંપાઈ છે. જે બાદમાં હવે IPS હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધતા એપ્રિલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનો દાવો કર્યો છે.
ADVERTISEMENT
સરકારે IPS હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઇન્ચાર્જ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપી છે. આ દરમ્યાન હસમુખ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે.
હસમુખ પટેલ સાથે VTVની ખાસ વાતચીત
હસમુખ પટેલે VTV સાથે ખાસ વાતચીતમા જણાવ્યું હતુ કે ,એપ્રિલમાં પરિક્ષા આવે તેવી તૈયારી આ ત્રણ મુદા પર વિઘાર્થીઓના હિતમાં ધ્યાન કેન્દ્રીત કરીશુ. સૌ પ્રથમ તો પેપરલીક ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે, બીજુ પરિક્ષામાં અંદર ચોરી ડામવા પર ફોકસ રાખવામાં આવશે અને ખાસ કરીને પરિક્ષા પછી પારદર્શક રીતે પરિણામ આપવાનો પુરો પ્રયાસ કરવામા આવશે. આ સાથે ધ્યાન રાખવામા આવશે કે, જે પરિક્ષા આપતા વિધાર્થીઓ છે તેની સાથે યોગ્ય કોમ્યુનિકેશન જળવાઇ રહે, જેમાં તેને સતત યોગ્ય અપડેટ અને માર્ગદર્શન મળતુ રહે તે મુજબ પ્રયાસ કરવામાં આવશે.
BIG BREAKING: એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની તૈયારી, થોડા દિવસમાં જાહેર કરાશે તારીખ#IPS #Hasmukhpatel #vtvgujarati #juniorclerk #Paperleak #JuniorClearkExamDate #VTVCard pic.twitter.com/veFTjaJUsR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 6, 2023
પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે?
આ સાથે તેમણે જણાવ્યું કે, પેપર પ્રિન્ટ ક્યાં કરવામા આવશે ? તે એક દમ ગોપનિય રાખવામા આવશે. આ સાથે કહ્યું કે, એપ્રિલ મહિનામાં પરિક્ષા યોજવાની તૈયારી છે. વિઘાર્થીઓ મહેનત કરવા લાગે બનેલી કમનસીબ ઘટનાનો ફાયદો લઇ વિઘાર્થીને સમય મળ્યો તો ડબલ મહેનત કરે.
એપ્રિલમાં કઈ તારીખે પરીક્ષા ?
હસમુખ પટેલે જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાની કઇ તારીખ છે તે હાલ જાહેર નહી કરીએ. થોડી તૈયારીઓ સાથે તારીખ જાહેર કરવામા આવશે. હાલ તારીખ જાહેર કરવાની ઇચ્છા મારી પણ થાય છે, પરંતુ તે અપરિપક્વ નિર્ણય ગણાશે થોડી તૈયારી કરી લઇએ અને તૈયારી કરવા લાગી ગયા છીએ. ટુંકા દિવસોમાં તારીખ જાહેર કરવામા આવશે. બને એટલી પરિક્ષાની તારીખ જાહેર થાય તે અમારી પ્રાથમિકતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.