બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નોકરી શરૂ થતા જ આ સ્કીમમાં રોકાણ શરૂ કરી દો, રિટાયરમેન્ટ બાદ તકલીફ નહીં પડે, સાથે અન્ય લાભ ખરો

તમારા કામનું / નોકરી શરૂ થતા જ આ સ્કીમમાં રોકાણ શરૂ કરી દો, રિટાયરમેન્ટ બાદ તકલીફ નહીં પડે, સાથે અન્ય લાભ ખરો

Last Updated: 11:19 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે નોકરી કરો છો? તમે હમણાં જ નોકરી શરૂ કરી છે? તો સમાચાર ખાસ તમારા માટે છે. નોકરી શરૂ થતાં જ રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું જરૂરી બની જાય છે. ત્યારે આજે વાત એક એવી સ્કીમની જે તમને રિટાયરમેન્ટના લાભ સાથે કરાવશે અન્ય ફાયદા

કેન્દ્ર સરકારે વર્ષ 2004માં સરકારી કર્મચારીઓ માટે National Pension System (NPS) સ્કીમ અમલમાં મૂકી હતી જે વર્ષ 2009 થી સામાન્ય લોકો માટે પણ શરૂ કરાઇ છે ત્યારે આ NPS સ્કીમમાં બે રીતે રોકાણ થઈ શકે છે, તમે ટિયર 1 અને ટિયર 2 માંથી એક વિકલ્પ પસંદ કરીને રોકાણ કરી શકો છો.

ક્યારે શરૂ થઈ આ સ્કીમ ?

કેન્દ્ર સરકારે વર્ષ 2004 માં સરકારી કર્મચારીઓ માટે અને 2009 માં સામાન્ય લોકો માટે NPS સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી તેમ ટિયર 1 અને ટિયર 2 એમ બે વિકલ્પો છે નિવેશ કરવા માટે.

કોણ કરી શકે છે આમાં નિવેશ ?

nps સ્કીમમાં સારું વળતર, આરામદાયક સુવિધા અને ટેક્સમાં ફાયદો મળે છે. આ સ્કીમમાં 18 થી લઈને 60 વર્ષનું ઉંમર સુધીના લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે. nps એકાઉન્ટ ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે ખોલાવી શકાય છે. ઓફલાઇન મોડમાં એકાઉન્ટ ખોલવા માટે તમારે પોસ્ટ ઓફિસ ને બેંકમાં જવું પડશે જ્યારે ઓનલાઈન તમે ઘરે બેઠા જ ખોલી શકો છો.

કેવી રીતે કરશો રોકાણ?

NPS માં 2 પ્રકારના ખાતા હોય છે - ટિયર 1 અને ટિયર 2 . ટિયર 1 નું એકાઉન્ટ સૌથી પહેલા ખોલાવવું જરૂરી છે તે પછી જ તમે ટિયર 2 નું એકાઉન્ટ ઓપન કરી શકશો. ટિયર 1 એ પેન્શન એકાઉન્ટ છે જે અનિવાર્ય છે તેમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં પરંતુ ટિયર 2 એક સ્વૈચ્છિક સેવિંગ એકાઉન્ટ છે જેમાં તમે ચાહો તો પૈસા ઉપાડી શકો છો. આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણ કરી શકાશે.

વધુ વાંચો: હવે આધાર ફરજિયાત નહીં! તો પછી કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આ ક્લેમ કરતા પહેલા જાણી લેજો

NPS સ્કીમમાં રિટર્ન

NPSસ્કીમ અંતર્ગત રિટર્ન એ સંપૂર્ણ રીતે બજાર પર નિર્ભર છે એટલે કે પેન્શન ફંડ યોજનાના લાભો એકંદરે કરેલા યોગદાન અને રોકાણ વૃદ્ધિ પર આધાર રાખે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Govt Scheme National Pension System Retirement Plan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ