Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

તમારા બાળકના નામથી શરૂ કરો આ રોકાણ 25 વર્ષ બાદ બની જશો કરોડપતિ

તમારા બાળકના નામથી શરૂ કરો આ રોકાણ  25 વર્ષ બાદ બની જશો કરોડપતિ
દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં રોકાણ કરીને કરોડપતિ બની શકાય છે. એમાં બેંક પોસ્ટઓફિસથી લઇને શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ છે. આમ તો મોટાભાગે લોકોની પહેલી પસંદ રોકાણ માટે બેંક અને પોસ્ટઓફિસ છે. પરંતુ મ્યુચ્યુલ ફંડ એક એવી સ્કીમ છે જેમાં પૂરા પ્લાનિંગ સાથે પૈસા રોકવામાં આવે તો એ લોકોને કરોડપતિ બનાવી શકે છે. એવામાં તમે તમારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઇચ્છો છો તો મ્યુચ્યુઅલ ફંડસમાં પૈસા લગાવાનો તમારી પાસે એક સારો વિકલ્પ છે. 

2000 રૂપિયાથી પણ કરી શકો છો શરૂઆત 
જો તમે પણ તમારા બાળકોના નામ પર મ્યુચ્યુઅલ ફંડ્સ ખરીદવા ઇચ્છો છો. તો તમે એની શરૂઆત 2000 રૂપિયા મહિનાથી પણ કરી શકો છો. જો તમે તમારા બાળકના નામ પર 25 વર્ષ માટે sip કરો છો તો મેચ્યુરિટી પર તમારા બાળકને 1.7 કરોડ રૂપિયા મળશે. તમારું બાળક ગમે તેટલું નાનું હોય તમે એના નામ પર મ્યુચ્યુલ ફંડ લઇ શકો છો. 

આવી રીતે થાય છે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
બાળક માટે સિંગલ નામથી જ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકાય છે. એવા રોકાણમાં પાલકનું નામ અથવા કોર્ટની તરફથી નિયુક્ત પાલક અભિભાવકના રૂપમાં રહે છે. આ દસ્તાવેજોમાં બાળકની ઉંમરની સાથે પિતા અથવા કોર્ટથી નિયુક્ત પાલકના દસ્તાવેજ લગાવવાના હોય છે. ઉંમર માટે બાળકનું બર્થ પ્રમાણપત્ર હોવું જોઇએ. જો બાળકનો પાસપોર્ટ હોય તો એ પણ માન્ય છે. આ દસ્તાવેજ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરતી વખતે જોઇએ છીએ. બાદમાં જો આ ફોલિયોમાં વધારે રોકાણ કરવાનું હોય તો કોઇ પણ પ્રકારના દસ્તાવેજની જરૂર પડતી નથી. પરંતુ જો કોઇ અન્ય મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં નિવેશ શરૂ કરવાનું હોય તો ફરીથી આ પ્રક્રિયા કરવી પડે છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ