બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સતત 30 દિવસ સુધી રોજ સવારમાં ઉઠીને આ પાણી પીવાનું શરૂ કરો, દેખાશે 8 ફેરફાર

photo-story

10 ફોટો ગેલેરી

હેલ્થ / સતત 30 દિવસ સુધી રોજ સવારમાં ઉઠીને આ પાણી પીવાનું શરૂ કરો, દેખાશે 8 ફેરફાર

Last Updated: 03:49 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જવનું પાણી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. તેના નિયમિત સેવનથી શરીરની અનેક સમસ્યાઓ દૂર રહે છે.

1/10

photoStories-logo

1. જવનું પાણી

હેલ્થી લાઇફ માટે આહાર અને રુટીનમાં નાના મોટા ફેરફારો ખૂબ જરૂરી છે. જેમાં સવારે ખાલી પેટે જવનું પાણી પીવું પણ સામેલ છે. જવનો ઉપયોગ વર્ષોથી સ્વાસ્થ્ય માટે થાય છે. જવનું પાણી ફક્ત શરીરને ડિટોક્સિફાય જ નથી કરતું પણ અનેક બીમારીઓથી પણ બચાવે છે. ચાલો જાણીએ કે 30 દિવસ સુધી સવારે ખાલી પેટે જવનું પાણી પીવાથી કયા ફાયદા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. વજન

જવનું પાણી વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે. આથી બિનઆરોગ્યપ્રદ નાસ્તા ખાવાની ઇચ્છા ઓછી થાય છે અને કેલરી કંટ્રોલમાં રહે છે. તે ચયાપચયને વેગ આપે છે, જેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. પાચનતંત્ર મજબૂત

જવનું પાણી પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં સામેલ ફાઇબર કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓને દૂર કરે છે. તે આંતરડાને સાફ કરીને સ્વસ્થ રાખે છે અને પાચનમાં સુધારો કરે છે. તેનું નિયમિત સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓથી દૂર રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. ડિટોક્સિફિકેશન

જવનું પાણી શરીરમાંથી ટોક્સિક પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. આ એક કુદરતી ડિટોક્સ પીણું છે, જે લીવર અને કિડનીને સાફ કરવાનું કામ કરે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા પણ સ્વચ્છ અને ચમકદાર બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. રોગપ્રતિકારક શક્તિ

જવમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને ખનિજોનું પ્રમાણ સારુ હોય છે, જે શરીરની રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. તે ઇન્ફેક્શન અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓથી બચવા માટે જવનું પાણી બેસ્ટ વિકલ્પ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ડાયાબિટીસ કંટ્રોલ

ડાયાબિટીસના દર્દીઓ માટે જવનું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં સામેલ ફાઇબર અને લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે. તે ઇન્સ્યુલિન સેન્સેટિવિટીને વધારે છે અને ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. હાર્ટ હેલ્થ

જવનું પાણી કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેમાં રહેલું બીટા-ગ્લુકન નામનું તત્વ બેડ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલ (HDL) ને વધારે છે. તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. ત્વચા અને વાળ

જવનું પાણી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં સામેલ એન્ટીઑકિસડન્ટ ત્વચાને ફ્રી રેડિકલથી બચાવે છે અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે. આ સિવાસ તે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. એનર્જી બૂસ્ટર

જવનું પાણી શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે. તેમાં સામેલ કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ શરીરને દિવસભર એક્ટિવ રાખે છે. તેને સવારે ખાલી પેટે પીવાથી થાક અને નબળાઈ દૂર થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. જવનું પાણી બનાવવાની રીત

જવનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. એક કપ જવને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે 4-5 કપ પાણીમાં તેને ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારેતેને ગાળીને ઠંડુ કરો. સ્વાદ માટે તમે તેમાં લીંબુનો રસ અથવા મધ ઉમેરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heart Health Barely Water Energy Booster

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ