બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રોજ રાત્રે સૂતા પહેલા દૂધમાં આ ચીજ ભેળવીને પીવાનું શરૂ કરો, થશે ફાયદો જ ફાયદો

સ્વાસ્થ્ય / રોજ રાત્રે સૂતા પહેલા દૂધમાં આ ચીજ ભેળવીને પીવાનું શરૂ કરો, થશે ફાયદો જ ફાયદો

Last Updated: 05:07 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સારા સ્વાસ્થ્ય માટે સારી ડાયટ જરૂરી હોય છે. આજે અમે તમને એક એવા પૌષ્ટિક મિશ્રણ વિશે જણાવીશું જેનાથી સ્વાસ્થ્યને ગજબના ફાયદા થાય છે.

દૂધ અને મખાના બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બંનેને એકસાથે ઉકાળીને ખાવામાં આવે ત્યારે તેમના ફાયદા અનેક ગણા વધી જાય છે. જેના સેવનથી તમારુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને રાત્રે સૂતા પહેલા તેને પીવાથી તમને અનેક ફાયદા થાય છે. આજે અમે તમને દૂધ અને મખાનાને રાત્રે સૂતા પહેલા સેવન કરવાથી કયા ફાયદા થાય છે તે જણાવીશું.

  • ગાઢ ઊંઘ
    દૂધ અને મખાના ગાઢ ઊંઘ માટે જરૂરી મેલાટોનિન હોર્મોનને વધારે છે. રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી અનિદ્રા અને બેચેનીમાં રાહત મળે છે.
  • મજબૂત હાડકાં
    દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે, જ્યારે મખાનામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જેથી આ મિક્સ હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાનો દુખાવો ઘટાડે છે.
  • પાચનતંત્ર
    મખાનામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સુધારે છે. તેને દૂધમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.
  • ત્વચા અને વાળ
    મખાના અને દૂધમાં રહેલા પ્રોટીન, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવનથી કરચલીઓ અને વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે.
Makhana (2)
  • બ્લડ સુગર
    મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેને દૂધમાં ભેળવીને પીવાથી ખાંડનું લેવલ બેલેન્સ્ડ રહે છે.
  • વજન ઘટાડો
    મખાનામાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે, જે ભૂખને કંટ્રોલ કરે છે. તેને દૂધમાં ઉકાળીને પીવાથી પેટ ભરેલું રહે છે અને બિનજરૂરી ખાવાની ઇચ્છા નથી થતી.

વધુ વાંચો : ગળું છોલાઇ ગયું, તો નાક વારંવાર બંધ થઈ જાય છે, તો આ પ્રકારની ચા પીવાનું શરૂ કરો, પછી જુઓ

  • હાર્ટ હેલ્થ
    દૂધ અને મખાનાનું મિશ્રણ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તે બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે. અને આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • કેવી રીતે તૈયાર કરવું આ પીણું?
  1. એક ગ્લાસ દૂધ લઈને તેને ધીમા તાપે ગરમ કરો
  2. તેમાં 8-10 મખાનાના બીજ ઉમેરો અને 5-7 મિનિટ સુધી ઉકાળો.
  3. જો તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડું મધ અથવા ગોળ ઉમેરી શકો છો.
  4. આ મિશ્રણ થોડું હૂંફાળું હોય ત્યારે પી લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Health Milk Makhana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ