બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Start drinking these healthy drinks every morning the symptoms of old constipation will be gone

ઉપાય / દરરોજ સવારે પીવાનું શરૂ કરી દો આ હેલ્ધી ડ્રિંક્સ, જૂનામાં જૂની કબજિયાતનું નામો નિશાન નહીં રહે

Arohi

Last Updated: 06:59 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને કબજિયાત સાથે જોડાયેલી સમસ્યાઓથી છુટકારો આપાવતા ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને જો તમે પોતાની ડેલી ડાયેટમાં શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

  • જૂનામાં જૂની કબજિયાત થશે દૂર 
  • આ ડ્રિંક્સથી મળશે છુટકારો 
  • સવારે ઉઠીને કરો સેવન 

કબજિયાત લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી એવી સમસ્યા છે જે આજના સમયમાં ખૂબ જ સામાન્ય છે. કબજિયાતની સમસ્યામાં તમને પેટ એક વખતમાં અથવા સરળતાથી સાફ નથી થઈ શકતું જેના કારણે કલાકો સુધી ટોયલેટમાં બેસી રહેવું પડે છે. પેટ સાફ ન થવાના કારણે તમારા સ્વાસ્થ્ય અને મન બંન્ને પર ખરાબ અસર પડે છે જેની અસર તમારા કામ અને પરફોર્મન્સ પર પણ પડે છે. 

ત્યાં જ જો તમે લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તેના કારણે તમને મસા પણ થઈ શકે છે. એવામાં આજે અમે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો આપાવતી ડ્રિંક્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે પોતાની ડેલી ડાયેટમાં તેને શામેલ કરો છો તો તેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે. તો આવો જાણીએ કબજિયાતની સમસ્યા માટે ડ્રિંક્સ...

કબજિયાતની સમસ્યામાં પીવો આ ડ્રિંક્સ 


લીંબુનો રસ 
લીંબુના રસમાં વિટામિન સી જેવા ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ્સ રહેલા હોય છે. તેના માટે લીંબુ પાણી પીવાથી તમને શરીરમાં રહેલા ટોક્સિંસ સરળતાથી નિકળી જાય છે. જેનાથી તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે. 

સફરજનનો જ્યુસ 
સફરજનમાં પેક્ટિન નામનું તત્વ રહેલું હોય છે જે તમારા મળને ભારે બનાવે છે જેનાથી તમને મળત્યાગમાં સરળતા રહે છે. એવામાં તમે દરરોજ સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો. 

દૂધ અને ઘી 
દૂધમાં ઘી નાખીને તેનું સેવન કરવું આયુર્વેદમાં ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ઘી વાળુ દૂધ કબજીયાત માટે રામબાણ ઈલાજનું કામ કરે છે. એવામાં તમે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખીને રાત્રે સુતા પહેલા તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે તમારૂ પેટ સરળતાથી સાફ થઈ જાય છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

constipation health tips symptoms કબજિયાત constipation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ