બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / standard 12 science and GUJCET-2022 result will be announced tomorrow

BIG BREAKING / આવતીકાલે જાહેર થશે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ-2022નું પરિણામ, શિક્ષણમંત્રીએ આપી જાણકારી

Dhruv

Last Updated: 02:06 PM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતી કાલે સવારે 10 વાગ્યે ધોરણ 12 સાયન્સનું પરિણામ અને ગુજકેટ-2022નું પરિણામ પણ જાહેર થશે.

  • આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે
  • ગુજકેટ-2022નું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપ

આવતી કાલે સવારે 10 વાગ્યે ધોરણ 12 સાયન્સનું પરિણામ અને ગુજકેટ-2022નું પરિણામ પણ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે

તમને જણાવી દઇએ કે, ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ પ્રક્રિયાને કારણે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલાં જાહેર થાય છે. નોંધનીય છે કે સાયન્સ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવા માટે તેમનું રિઝલ્ટ વહેલા જાહેર કરી દેવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ રિઝલ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

 ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET-2022ની ફાઇનલ આન્સર કી કરાઇ છે જાહેર

અત્રે તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET-2022ની ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાઇ છે.  ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ (GUJCET Result 2022) જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

 

આ રીતે ચેક કરી શકશો GUJCETની ફાઇનલ આન્સર કી?

એ માટે https://www.gseb.org/ પર જઇને તમારે Board Website પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે. જેની પર ક્લિક કરીને તમે પરિક્ષાને લગતી ફાઇનલ આન્સર કી જોઇ શકશો.

આ રીતે ચેક કરી શકશો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર કી?

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર કી પણ તમે એ જ રીતે જોઇ શકશો. તમને જણાવી દઇએ કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujarat Common Entrance Test) રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

12th Science result 2022 GUJCET-2022 result Gujarat education board jitu vaghani tweet BIG BREAKING
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ