પરિણામ /
ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂને શાળામાંથી મળશે માર્કશીટ, આ વાતનું રાખવું પડશે ખાસ ધ્યાન
Team VTV11:26 AM, 18 Jun 20
| Updated: 11:31 AM, 18 Jun 20
ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે રાજ્યમાં ધોરણ-10 અને 12નું પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવું જણાવામાં આવ્યું છે. રાજ્યમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાની માર્કશીટ 22 જૂનના રોજ શાળામાંથી આપવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓને સ્કૂલમાં માર્કશીટ લેવામાં આવતા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.
ધોરણ 10ની માર્કશીટ વિદ્યાર્થીઓને 22 જૂને મળશે
બોર્ડ દ્વારા 20 જૂને સ્કૂલમાં માર્કશીટ મોકલવામાં આવશે
સોસીયલ ડિસ્ટનસ જળવાય તે રીતે સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવાશે
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની વચ્ચે રાજ્યમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાનું પરિણામ માત્ર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હવે શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટ લેવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓને 22 જૂનના રોજ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.
ધોરણ-10ની માર્કશીટ રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 20 જૂને સ્કૂલમાં મોકલવામાં આવશે. આ સાથે દરેક સ્કૂલે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે રીતે વિદ્યાર્થીઓને બોલવાશે. જેમાં સ્કૂલ દ્વારા 10-10ના ગ્રુપમાં માર્કશીટ વિતરણ કરવામાં આવશે. આગામી 22 જૂને સોમવારે વહેલી સવારથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.