Result /
ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, બોર્ડે જાહેર કરી પરિણામની તારીખ
Team VTV02:59 PM, 15 May 19
| Updated: 03:15 PM, 17 May 19
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 વિદ્યાર્થીઓ માટે પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 21 મેના રોજ ધોરણ-10નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામ જોઇ શકશે. જ્યારે સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્ય સુધી વિદ્યાર્થીઓ માર્કશીટ મેળવી શકશે.
તમને જણાવી દઇએ કે, ધોરણ-10ની પરીક્ષામાં રાજ્યભરમાંથી 11,59,762 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. સૌથી વધુ પરીક્ષાર્થી 98,563 સુરતમાં હતા. જ્યારે સૌથી ઓછા 1,317 પરીક્ષાર્થઈ દિવમાં પરીક્ષા આપી હતી. તેમાં 7,05,464 છોકરાઓ અને 4,54,297 છોકરીઓ હતી.