બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 188 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, જાણો આજનું GMP, આવતીકાલે લિસ્ટિંગ

બિઝનેસ / 188 ગણો સબ્સ્ક્રાઇબ થયો આ IPO, જાણો આજનું GMP, આવતીકાલે લિસ્ટિંગ

Last Updated: 12:27 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stallion India Fluorochemicals IPO : NSEના ડેટા અનુસાર આ કંપનીના IPOને કુલ 188.38 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું, રૂ.160.73 કરોડની કિંમતના 1,78,58,740 નવા શેર્સ હશે જ્યારે રૂ. 38.72 કરોડના મૂલ્યના 43,02,656 શેરો કંપનીના પ્રમોટરો દ્વારા OFS દ્વારા જાહેર કરવામાં આવશે

Stallion India Fluorochemicals IPO : સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો IPO (Stallion India Fluorochemicals IPO) ગઈકાલે, 20 જાન્યુઆરીએ બંધ થયો હતો. વાસ્તવમાં રેફ્રિજન્ટ અને ઔદ્યોગિક ગેસના વ્યવસાય સાથે સંબંધિત આ કંપનીનો IPO 15 જાન્યુઆરી, ગુરુવારે ખોલવામાં આવ્યો હતો. આ IPOને રોકાણકારોનો જબરદસ્ત ટેકો મળ્યો છે. NSEના ડેટા અનુસાર Stallion India Fluorochemicals ના IPOને કુલ 188.38 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. નોંધનિય છે કે, સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ તેના IPOથી કુલ 199.45 કરોડ રૂપિયા એકત્ર કરી રહી છે. તેના IPO હેઠળ કંપનીએ દરેક શેર માટે રૂ. 85 થી રૂ. 90ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી.

હવે જાણો કઈ તારીખે કંપની શેરબજારમાં લિસ્ટ થશે ?

આ એક મેઈનબોર્ડ IPO છે, જે BSE અને NSE પર લિસ્ટ થશે. આ IPO હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ 2,21,61,396 શેર જાહેર કરવામાં આવશે. રૂ.160.73 કરોડની કિંમતના 1,78,58,740 નવા શેર્સ હશે જ્યારે રૂ. 38.72 કરોડના મૂલ્યના 43,02,656 શેરો કંપનીના પ્રમોટરો દ્વારા OFS દ્વારા જાહેર કરવામાં આવશે. આ IPO અંતર્ગત આજે રોકાણકારોને શેરની ફાળવણી કરવામાં આવશે. જે અરજદારોને શેર નહીં મળે તેમને બુધવારે રિફંડ આપવામાં આવશે. બુધવારે જ શેર રોકાણકારોના ડીમેટ ખાતામાં જમા થઈ જશે અને અંતે 23 જાન્યુઆરીએ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

GMPમાં કોઈ ફેરફાર નથી

કંપનીના IPOને રોકાણકારોનો જબરદસ્ત ટેકો મળ્યો છે. જોકે સબસ્ક્રિપ્શનને જોતા કંપનીના શેરને ગ્રે માર્કેટમાં અપેક્ષા મુજબની કિંમત મળી રહી નથી. મંગળવારે, 21 જાન્યુઆરીએ કંપનીના શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 48 (53.33%) ના GMP સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જોકે 15 જાન્યુઆરીએ પણ કંપનીના શેરનો GMP માત્ર રૂ.48 હતો. પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી તેના GMPમાં ઘણી વધઘટ થઈ છે. એટલું જ નહીં લિસ્ટિંગના સમય સુધી, કંપની તેની GMP કિંમતમાં વધુ વધઘટ જોઈ શકે છે.

વધુ વાંચો : આગામી બજેટમાં ઇન્કમટેક્સ પર મળશે કેટલી છૂટછાટ? સામે આવ્યા સૌથી મોટા સમાચાર

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPO Stallion India Fluorochemicals IPO IPO News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ