વડોદરાઃ સ્ટર્લિગ હોસ્પિટલમાં સંચાલકોએ 196 કર્મચારીઓને ફરજ પરથી રાતોરાત છુટા કરી દેવાતા હોબાળો થયો હતો. ફરજ પરથી મુક્ત કરાતા કર્મચારીઓએ મેનેજમેન્ટ વિરૂદ્વ હોસ્પિટલ બહાર દેખાવો યોજયો હતો.
દેખાવો દરમિયાન બે મહિલાઓ બે ભાન થઇ જતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે મેનેજમેન્ટે કોન્ટ્રાક્ટ બદલાયો હોવાનું કહી એકાએક કર્મચારીઓને છુટા કરી દીધા હતા.
મહત્વનું છે કે કર્મચારીઓને છુટા કરી દેવાતા હોસ્પિટલ બહાર કર્મચારીઓએ દેખાવ કર્યો હતો. 10થી 15 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓને છુટા કરી દેવાતા વિરોધ નોંધવ્યો છે.
કર્મચારીઓના જણાવ્યા અનુસાર કોઇ નોટીસ કે કોઇ જાણ વગર ડાયરેક્ટ મનાઇ ફરમાવવામાં આવી હતી. જેને લઇ વિરોધ કરી રહ્યા છીએ.