બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ST વિભાગે કંડકટર ભરતી માટે OMR લેખિત પરીક્ષાની મેરીટ યાદી કરી જાહેર, આટલા આપી શકશે એક્ઝામ
Last Updated: 10:34 PM, 18 September 2024
એસટી વિભાગ દ્વારા ઉમેદવારોને OMR લેખિત પરીક્ષા માટે બોલાવવાની મેરીટ યાદી જાહેર કરવામાં આવી હતી. જેને નિગમ ની વેબસાઈટ www.gsrtc.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ADVERTISEMENT
એસટી વિભાગે જાહેર કરેલી યાદીમાં 35224 નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ ઉમેદવારો OMR લેખિત પરીક્ષા આપી શકશે.
ADVERTISEMENT
ઉપરાંત આ યાદીમાં જણાવવામાં આવ્યુ હતુ કે નિગમ કંડક્ટર કક્ષાની સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઓજસની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે બાદ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે જાહેરાત રીઓપન કરવામાં આવી હતી. ત્યારે 12 પાસમાં મેળવેલ મહત્તમ ટકાવારી ધ્યાને લઇ ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવા માટે કામચલાઉ મેરીટ યાદી તૈયાર કરવામાં આવી હતી.
વધારે માહિતી માટે ક્લિક કરો, GSRTC
આ યાદીમાં નામ જાહેર થવાથી ઉમેદવાર ઓએમઆર લેખિત પરીક્ષા માટે પાત્ર બનતા નથી. અને નિગમ દ્વારા જણાવ્યા બાદ પાત્ર ઉમેદવારોને ઓએમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે.
આ વિગતો જાહેર કરતા એસટી વિભાગે જણાવ્યુ હતુ કે નિગમની કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંક GSRTC/202324/32 અન્વયે ઉમેદવારોને OMR લેખિત પરીક્ષા માટે બોલાવવાની કામચલાઉ મેરીટ યાદી આજરોજ નિગમની વેબસાઈટ www.gsrtc.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
વધુ વાંચો : વન નેશન, વન ઈલેક્શન પર મોટા સમાચાર, મોદી સરકારે પ્રસ્તાવને આપી લીલીઝંડી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.