સુરત /
ST બસના કંડક્ટરની દાદાગીરી: મુસાફરે બેસવા બાબતે ટકોર કરતા માર્યો ઢોર માર, VIDEO વાયરલ
Team VTV04:39 PM, 09 Jun 19
| Updated: 05:44 PM, 09 Jun 19
સુરતથી રાજપીપળાની એસટી બસના કંડક્ટરની દાદાગીરી મામલે એસટી નિયામકે કાર્યવાહી કરી છે. સુરતથી રાજપીપળાની એસટી બસના કંડક્ટરનો વીડિયો વાયરલ થયા બાદ એસટી નિયામકે કંડક્ટર એચ.આર મોદીને સસ્પેન્ડ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે મુસાફરે બેસવા બાબતે કંટક્ટરને ટકોર કરતા કંડક્ટરે મુસાફરને ઢોર માર માર્યો અને લોહીલુહાણ કરી નાખ્યો હતો અને બબાલ બાદ કંડક્ટરે મુસાફરોને કામરેજ નજીક ઉતાર્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસટી નિયામકે કાર્યવાહ કરી છે.
સળગતા સવાલ
ST કંડક્ટરને મારવાની સત્તા કોણે આપી ?
શું મુસાફરો બેસવાની બાબતે કંડક્ટરને પૂછી પણ ન શકે ?
કંડક્ટરને માત્ર સસ્પેન્ડ કરવાથી શું થશે ?
કંડક્ટરનું મુસાફરો સાથે આવું વર્તન કેટલું યોગ્ય છે ?
શું કંડક્ટરોને ST તંત્રનો કોઇ ડર જ નથી ?