બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સરકારી નોકરીની 10 પાસ ઉમેદવારો માટે શાનદાર તક, કોન્સ્ટેબલની 39000 થી વધારે જગ્યા પર ભરતી
Last Updated: 02:18 PM, 8 September 2024
જો તમે SSC ની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. સ્ટાફ સિલેક્શન કમિશને 5 સપ્ટેમ્બર, 2024ના રોજ SSC GD કોન્સ્ટેબલ પરીક્ષા 2025 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી.
ADVERTISEMENT
જે ઉમેદવારો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) અને SSFમાં કોન્સ્ટેબલ (GD), અસમ રાઈફલ્સમાં રાઈફલમેન (GD) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો પરીક્ષા-2025 માં કોન્સ્ટેબલ માટે અરજી કરવા માગે છે તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ADVERTISEMENT
આ વખતે કુલ 39,481 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF અને NCB વિભાગોમાં કરવામાં આવશે. ઓનલાઈન અરજીઓ 5મી સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ 14મી ઓક્ટોબર 2024 છે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024 છે.
આ પછી અરજી ફોર્મમાં સુધારા માટેની વિંડો 5 નવેમ્બર 2024 થી 7 નવેમ્બર 2024 સુધી ખુલશે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે SSC વેબસાઈટ પર જઈને Apply ટેબ પર ક્લિક કરવાનું રહેશે. એ બાદ કોન્સ્ટેબલ GD Exam 2025 લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહશે.
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં કોઈ છૂટછાટ નથી, જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવી છે. BSF માટે 15654 પોસ્ટ્સ, CISF માટે 7145, CRPF માટે 11541, SSB માટે 819 પોસ્ટ્સ, ITBP માટે 3017, AR માટે 1248, SSF માટે 35 અને NCB માટે 22 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.