બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 01:54 PM, 9 December 2021
ADVERTISEMENT
આલિયા અને અજય પણ ફિલ્મમાં
આ ફિલ્મ તેની કાસ્ટને લઇને ખુબ ચર્ચામાં રહી છે. તેમાં જુનિયર NTR, રામ ચરણ તેજા, આલિયા ભટ્ટ,, શ્રીયા સરણ અને અજય જેવા દિગ્ગજ કલાકાર છે.
એક્શનથી ભરપૂર છે ફિલ્મ
RRR એક્શન અને ઇમોશન્સથી એકદમ ભરપૂર છે. તેનું ટ્રેલર જોઇને જ ગુસબમ્પ્સ આવી જાય છે. આ ટ્રેલર જોશો એટલે ફિલ્મ જોવાની એટલી બધી ઉતાવળ આવી જશે કે વાત જ ન પૂછો.
ADVERTISEMENT
કેવું છે ટ્રેલર?
3 મિનીટ અને 7 સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત બ્રિટિશ ગવર્નર ગૌંડ ટ્રાઇબની બાળકીને જબરદસ્તી પોતાની સાથે લઇ જાય છે ત્યારથી થાય છે. જે બાદ ટ્રાઇબના રક્ષક કોમારામ ભીમની એન્ટ્રી થાય છે. બાદમાં એક પછી એક દરેક કલાકારની એન્ટ્રી થાય છે અને સ્ટોરી ઇન્ટ્રસ્ટીંગ બને છે.
ટ્રેલર લોન્ચ કર્યું
RRRનું ટ્રેલર સિનેમાઘરોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ, અજય દેવગન, જુનિયર એનટીઆર આ લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપી હતી. પરિવારમાં લગ્નના કારણે રામ ચરણ તેનો ભાગ બની શક્યા ન હતા.
SS રાજામૌલી દ્વારા દિગ્દર્શિત RRR, 7 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા 3 ગીતો પણ રિલીઝ કરવામાં આવ્યા છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.