Team VTV09:43 PM, 28 Oct 21
| Updated: 09:51 PM, 28 Oct 21
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને પુત્ર આર્યનના છુટકારા માટે રાખેલી માનતા 24 દિવસે પૂરી થઈ છે.
આર્યનને જામીન મળ્યાં
આર્યનને જામીન મળતા ગૌરી ખાનની માનતા પૂરી
ખુશીથી દિવાળી અને શાહરુખનનો બર્થ ડે મનાવી શકશે
બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપી દેતા ગૌરી ખાનની માનતા પૂરી થઈ છે. સતત 24 દિવસ પરિવારથી દૂર રહેનાર આર્યન ખાન હવે ખુશીથી દિવાળી અને શાહરુખનનો બર્થ ડે મનાવી શકશે.
ચાહકોએ શાહરુખના ઘરની બહાર ફોડ્યા ફટાકડા
આર્યનખાનને જામીન મળતા શાહરુખના ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યાં હતા. ચાહકોએ શાહરુખનના ઘર મન્નતની બહાર ફટાકડા ફોડીને આ પ્રસંગને વધાવી લીધો હતો. ચાહકો ખૂબ ઉત્સાહમાં જોવા મળ્યાં હતા કેટલાક તો વળી રસ્તા પર નાચવા લાગ્યા હતા.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર તારીખ પે તારીખ થઈ રહી હતી. આવામાં આર્યનને ક્યારે જામીન મળશે તેની કોઈ આશા દેખાતી ન હતી. ખાન પરિવારના મિત્રે નામ ના છાપવાની શરતે કહ્યું હતું કે શાહરુખ-ગૌરી દિવસે દિવસે ચિંતાતુર બનતા જાય છે. ગૌરીએ આર્યન માટે માનતા પણ માની હતી. તે નવરાત્રિમાં સતત પ્રાર્થના કરતી. તહેવાર શરૂ થયા બાદથી તે ત્યાં સુધી ગળપણ તથા ખાંડ નહીં ખાય જ્યાં સુધી આર્યન જેલમાંથી બહાર નહીં આવે. ગૌરીએ ઘરમાં પણ કિચન સ્ટાફને કોઈ મીઠાઈ નહીં બનાવવાનો આદેશ આપ્યો હતો.